Tulsi Vastu Upay: હિન્દુ ધર્મમાં તુલસીના છોડને પવિત્ર માનવામાં આવે છે. તુલસીને માત્ર માતા લક્ષ્મીનું પ્રતીક જ નહીં પરંતુ સકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. જે ઘરમાં માતા તુલસી બિરાજમાન હોય છે તે ઘરમાં શ્રી હરિનો વાસ રહે છે. તેમના વગર કોઈ પણ ધાર્મિક કાર્યને અધુરુ માનવામાં આવે છે.
આ પણ વાંચો: આવતીકાલે શુક્ર રાહુના નક્ષત્રમાં કરશે એન્ટ્રી, આ રાશિના જાતકોની ચાંદી જ ચાંદી થઈ જશે!
વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે દરરોજ સવાર- સાંજ માતા તુલસી પાસે દીપક પ્રગટાવવો જોઈએ. સવારે જળ અર્પણ કરવું જોઈએ અને તેમની પરિક્રમા કરવી જોઈએ. પરંતુ કેટલાક લોકો માતા તુલસી પાસે કેટલાક એવા છોડ લગાવે છે, કે જેથી તેમની પવિત્રતા જળવાતી નથી. વાસ્તુશાસ્ત્ર અનુસાર આવા છોડ તુલસીની ઉર્જાને ઓછી કરે છે, અને આવા ઘરમાં અશુભ પ્રભાવ વધવા લાગે છે. આવો જાણીએ એવા ક્યા છોડ છે જેને તુલસીના છોડ પાસે ન રાખવો જોઈએ.
1. કેક્ટસ
કેક્ટસ ભલે જોવામા સુંદર લાગતો હોય, પરંતુ વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે તેના કાંટા અશુભતા અને નકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. તુલસી સુખ અને શાંતિ ફેલાવવાનું કામ કરે છે, તો કેક્ટસના કાંટા ઝઘડા, ક્રોધ અને મતભેદ વધારવાનું કારણ બને છે. આ સાથે તેને તુલસીની પાસે રાખવાથી પરિવારમાં ઝઘડા- કંકાસની સ્થિતિ પેદા થાય છે.
2. મની પ્લાન્ટ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો કે, તેને તુલસી પાસે રાખવો શુભ માનવામાં આવતું નથી. તેમના વિરોધી સ્વભાવને કારણે એકસાથે ઉગાડવાથી એકબીજાનો વિકાસ અવરોધાય છે.
3. અપરાજિતા
અપરાજિતાનો છોડ ખૂબ જ શુભ અને દેવી આરાધના માટે ઉપયોગી માનવામાં આવે છે. પરંતુ તેને તુલસી પાસે લગાવવા પર પ્રતિબંધ છે. હકીકતમાં, તુલસી પાસે અપરાજિતા લગાવવાથી બંનેના વિકાસ પર અસર પડે છે અને તુલસીનો છોડ ધીમે ધીમે કમજોર થાય છે.
આ પણ વાંચો: સૂર્યાસ્ત બાદ ઘરમાં આ 5 કામ કરવા અશુભ, નહીંતર દેવી લક્ષ્મી થઈ જશે નારાજ
4. ધતુરા
ધતુરા ભગવાન શિવને ચઢાવવામાં આવે છે, પરંતુ તેને તુલસી પાસે રાખવાથી ગંભીર પાપ માનવામાં આવે છે. ધતુરા એક ઝેરી છોડ છે અને તેની તીવ્ર અસર તુલસીની સૌમ્ય ઉર્જાનો નાશ કરે છે. તુલસી પવિત્રતા અને સાત્વિકતાનું પ્રતીક છે.
5. લીંબુનો છોડ
લીંબુના છોડમાં ઘણા ઔષધીય ગુણો છે. જો કે, વાસ્તુ શાસ્ત્ર અનુસાર તુલસી પાસે લીંબુ ન લગાવવું જોઈએ. એવું કહેવાય છે કે, આવું કરવાથી ઘરની સમૃદ્ધિમાં અવરોધ આવે છે અને નાણાકીય બાબતોમાં અવરોધો ઉભા થાય છે.


