વાંચો તમારું 22 સપ્ટેમ્બર 2026નું રાશિ ભવિષ્ય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મેષ : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન- મકાન- વાહનના કામ થઈ શકે.
વૃષભ : દેશ- પરદેશના કામમાં, આયાત- નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે.
મિથુન : આપે તન- મન- ધનથી- વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક- પારિવારિક પ્રશ્ને ચિંતા જણાય.
કર્ક : આપના કાર્યની સાથે સંસ્થાકીય કામમાં, જાહેર ક્ષેત્રના કામમાં વ્યસ્ત રહેવું પડે. અન્યનો સાથ જણાય.
સિંહ : સીઝનલ ધંધામાં આપે માલનો વધુ ભરાવો કરવો નહીં. ગ્રાહક વર્ગનું ધ્યાન રાખવું પડે. નુકસાનીથી સંભાળવું.
કન્યા : આપની બુદ્ધિ- અનુભવ, આવડત મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે.
તુલા : આપ હરો-ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય- મનને શાંતિ- રાહત જણાય નહીં. વાહન ચલાવવામાં સાવધાની રાખવી.
વૃશ્ચિક : આપના કામમાં ઉપરીવર્ગ, સહકાર્યકર વર્ગ, નોકર-ચાકર વર્ગનો સાથ- સહકાર મળી રહે. ધર્મકાર્ય- શુભકાર્ય થઈ શકે.
ન : કૌટુંબિક- પારિવારિક કામકાજ અંગે દોડધામ- વ્યસ્તતા જણાય, નાણાંકીય લેવડદેવડમાં ધ્યાન રાખવું પડે.
મકર : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ જણાય, મિલન- મુલાકાત થઈ શકે.
કુંભ : આપે રાજકીય- સરકારી કામમાં, ખાતાકીય કામમાં સાવધાની રાખવી પડે. આકસ્મિક ખર્ચ- ખરીદીના લીધે નાણાંભીડ રહે.
મીન : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ આવતો જાય. ધંધામાં આવક જણાય.
- અગ્નિદત્ત પદમનાભ




