Astro

3 માર્ચે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ! સિંહ-મીન સહિત આ 3 રાશિના જાતકો એક મહિના સુધી ખાસ સાચવજો!

By GS Team
24 Feb 20262 mins read
TukuTouch Logo
માર્ચ 2026ની શરૂઆત એક મહત્વપૂર્ણ ખગોળીય ઘટના સાથે થવા જઈ રહી છે. વાસ્તવમાં 3 માર્ચના રોજ વર્ષનું પ્રથમ પૂર્ણ ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યું છે. આ ગ્રહણ સિંહ રાશિ અને પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં લાગશે, જે લગભગ 3 કલાક 27 મિનિટ સુધી પ્રભાવી રહેશે. આ ગ્રહણ બપોરે 3:20 વાગ્યે શરૂ થશે અને સાંજે 6:46 વાગ્યે સમાપ્ત થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

3 માર્ચે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ! સિંહ-મીન સહિત આ 3 રાશિના જાતકો એક મહિના સુધી ખાસ સાચવજો!

Chandra Grahan 2026: માર્ચ 2026ની શરુઆત એક મહત્ત્વપૂર્ણ ખગોળીય ઘટના સાથે થવા જઈ રહી છે. વાસ્તવમાં 3 માર્ચના રોજ વર્ષનું પ્રથમ પૂર્ણ ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યું છે. આ ગ્રહણ સિંહ રાશિ અને પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં લાગશે, જે લગભગ 3 કલાક 27 મિનિટ સુધી પ્રભાવી રહેશે. આ ગ્રહણ બપોરે 3:20 વાગ્યે શરુ થશે અને સાંજે 6:46 વાગ્યે સમાપ્ત થશે.

આ ગ્રહણની ખાસ વાત એ છે કે, તે ભારત સહિત પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા અને પેસિફિકના ઘણા ભાગોમાં દેખાશે. આ ગ્રહણનો સૂતક કાળ ગ્રહણના 9 કલાક પહેલાથી શરુ થઈ જશે. આ સમય દરમિયાન કોઈ પણ પ્રકારના શુભ કાર્યો, ગૃહ પ્રવેશ અથવા નવી નવી શરુઆત ટાળવાની સલાહ આપવામાં આવે છે. ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓને સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે અને દરેક લોકોને મન શાંત રાખવાની જરૂર હોય છે. 

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આ ગ્રહણની અસર કેટલીક રાશિઓ પર થોડી ભારે પડી શકે છે. આ સમય દરમિયાન પૈસા, સ્વાસ્થ્ય અને કરિયર સબંધિત મામલે ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં મોટા નિર્ણયો લેતા પહેલા વિચાર કરવો. કોઈ પણ વિવાદથી અંતર જાળવી રાખો. ધ્યાન અને સકારાત્મક વિચાર અપનાવવા લાભદાયી રહેશે. 

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકો માટે આ સમય થોડો પડકારજનક હોઈ શકે છે. તમારું મન બેચેન રહી શકે છે અને આત્મવિશ્વાસનો અભાવ અનુભવી શકો છો. કાર્યક્ષેત્ર પર તણાવ વધી શકે છે. અધિકારીઓ સાથે મતભેદની સ્થિતિ સર્જાઈ શકે છે. અચાનક ખર્ચ વધી શકે છે. રોકાણ કરતી વખતે સાવધાની રાખવી જરૂરી છે. પરિવાર અને વૈવાહિક જીવનમાં પણ તણાવ જોવા મળી શકે છે. સ્વાસ્થ્યના મામલે માથાનો દુ:ખાવો, થાક અથવા આંખની સમસ્યાઓ પરેશાન કરી શકે છે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના જાતકોને આ સમય દરમિયાન આર્થિક દબાણનો સામનો કરવો પડી શકે છે. પૈસા અટકી શકે છે અથવા પાછા મળવામાં વિલંબ થઈ શકે છે. નોકરી અને વ્યવસાય બંનેમાં ઉતાર-ચઢાવ શક્ય છે. સહકર્મચારીઓ સાથે મતભેદ વધી શકે છે. છુપાયેલા વિરોધીઓ પરેશાન કરી શકે છે. માનસિક તણાવ વધશે અને સંબંધોમાં ખટાશ આવી શકે છે. સ્વાસ્થ્યના મામલે પેટ અથવા બ્લડ પ્રેશરની સાથે સબંધિત સમસ્યાઓ થઈ શકે છે, તેથી બેદરકારી ટાળો.

આ પણ વાંચો: કેનેડા પીએમ માર્ક કાર્નીની ભારત મુલાકાત પહેલા મોટો નિર્ણય, તહવ્વુર રાણા હવે કેનેડિયન નાગરિક રદ

મીન રાશિ

મીન રાશિના જાતકો માટે આ સમય કેટલીક મૂંઝવણ અને અવરોધો લઈને આવી શકે છે. કાર્યો સમયસર પૂર્ણ નહીં થઈ શકશે અને તમને તમારી મહેનતનું ફળ મળવામાં વિલંબ થઈ શકે છે. ખર્ચ વધી શકે છે. આર્થિક સ્થિતિ નબળી પડી શકે છે. પરિવારમાં તણાવ અને પ્રિયજનો સાથે મતભેદ વધી શકે છે. માનસિક અસ્થિરતા અને ઊંઘનો અભાવ પણ તમને પરેશાન કરી શકે છે. યાત્રા કરતી વખતે સાવધાની રાખો અને કોઈ પર પણ આંધળો વિશ્વાસ ન કરો.