Tahawwur Rana Citizenship Revoke: 26/11 મુંબઈ આતંકી હુમલાનો ખૂંખાર આતંકી તહવ્વુર રાણા હવે દેશ વગરનો થઈ જશે. મુંબઈ હુમલાનું કાવતરું ઘડનાર આ આતંકી કેનેડાનો રહેવાસી છે. પરંતુ હવે કેનેડાએ આ મૂળ પાકિસ્તાની આતંકીની નાગરિકતા પરત લઈ લેવાનો નિર્ણય કર્યો છે. કેનેડા સરકારનો આ નિર્ણય વડાપ્રધાન માર્ક કાર્નીની પ્રસ્તાવિત ભારત યાત્રાની ઠીક પહેલા આવ્યો છે. વર્ષ 2025માં 26/11 મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર હુસૈન રાણાને આખરે 16 વર્ષ બાદ ભારત લાવવામાં આવ્યો હતો.
દાઉદ ગિલાનીનો નજીકનો સાથી
64 વર્ષનો આતંકી તહવ્વુર હુસૈન રાણા પાકિસ્તાનમાં જન્મેલો હતો તેને કેનેડાની નાગરિકતા સ્વીકારી હતી. 2008માં થયેલા મુંબઈ આતંકી હુમલાના કાવતરાખોર ડેવિડ કોલમેન હેડલી ઉર્ફે દાઉદ ગિલાનીનો નજીકનો સાથી છે. જો કેનેડા તહવ્વુર રાણાની નાગરિકતા છીનવી લેશે તો તે દેશ વગરનો થઈ છે, એટલે કે ક્યાંયનો નહીં રહે. સાથે એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે તેની નાગરિકતા આતંકવાદના કારણે નહીં પણ એ કારણે રદ કરવામાં આવી રહી છે કેમ કે તેને અરજી ફોર્મમાં ખોટી વિગતો આપી હતી.
1997થી કેનેડામાં વસવાટ કરતો હતો
ડેવિડ કોલમેન હેડલી ઉર્ફે દાઉદ ગિલાની અમેરિકન નાગરિક છે. રાણાને અમેરિકાથી પ્રત્યાયપર્ણ કરી ભારત લાવવમાં આવ્યો હતો. PTI ગ્લોબલ ન્યુઝને મળેલા ડૉક્યુમેન્ટના હવાલાથી ઈમિગ્રેશન અધિકારીઓએ રાણાને જણાવ્યું છે કે 2001માં તેને મળેલી નાગરિકતા કેનેડા પરત લઈ રહ્યું છે. રાણા 1997માં કેનેડામાં વસવા લાગ્યો હતો. બાદમાં ડેન્માર્કના એક અખબારના સ્ટાફ પર હુમલો ઘડવાના આરોપસર તેને USમાં દોષિત માનવામાં આવ્યો હતો.
હેડલી સાથે સતત સંપર્કમાં હતો
26/11 હુમલાનો માસ્ટરમાઇન્ડ રાણા મુંબઈ હુમલાનો કાવતરાખોર સાથે સામેલ છે. આ હુમલામાં 166 લોકોના મોત થયા હતા. NIAના અનુમાન મુજબ મુંબઈ હુમલાનું આયોજન 2005થી કરવામાં આવી રહ્યું હતું. રાણા પણ તે યોજનાનો એક ભાગ હતો. હેડલીની તેની સાથેની ફોન વાતચીતની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ માહિતી એક જ સ્ત્રોતમાંથી એકત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એનઆઇએ એ સ્પષ્ટપણે શોધવાનો પ્રયાસ કરી રહી છે કે મુંબઈ હુમલાનું આયોજન કોણ કરી રહ્યું હતું અને પડદા પાછળ કોણ કામ કરી રહ્યું હતું.
રાણાની પૂછપરછ દરમિયાન તપાસકર્તાઓને એક નવું નામ મળી ગયું છે. દુબઈના એક વ્યક્તિનું નામ સામે આવ્યું છે જે હેડલીના કહેવા પર રાણાને મળ્યો હતો. તપાસકર્તાઓને શંકા છે કે આ વ્યક્તિને મુંબઈ હુમલા વિશે જાણકારી હતી. એનઆઇએ લાંબા સમયથી દાવો કરી રહ્યું છે કે રાણાના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંબંધો હતા. તપાસને સરળ બનાવવા માટે રાણાના અવાજના નમૂના એકત્ર કરીને તેને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. મુંબઈ હુમલાના થોડા દિવસ પહેલા રાણા અને તેની પત્ની ભારત આવ્યા હતા અને તેમણે ઘણી જગ્યાએ મુસાફરી કરી હતી. એનઆઇએને શક છે કે તેઓ મુંબઈ ઉપરાંત ભારતના અનેક શહેરમાં હુમલા કરવાની યોજના બનાવી રહ્યા હતા.


