Ahmedabad

અમદાવાદમાં વ્યાજખોરની દાદાગીરી, વ્યાજ ન ચૂકવી શકતાં વિધવા મહિલાના ફ્લેટ પર કર્યો ગેરકાયદે કબજો

By GS Team
3 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના સુભાષબ્રિજ પાસે ગંગારચના એપાર્ટમેન્ટમાં રહેતા 58 વર્ષીય કૈલાશબહેન મહેરિયાએ રાણીપ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. નિર્ણયનગરમાં રહેતા ભુપેન્દ્ર મિસ્ત્રીએ તેમના મકાનના દસ્તાવેજ લઇ 6 લાખ રૂપિયા 7 ટકા વ્યાજે આપ્યા હતા. વ્યાજ ન ચૂકવી શકતા, વ્યાજખોરે મહિલાને પરિવાર સાથે ફ્લેટમાંથી કાઢી મૂકી ગેરકાયદે કબજો કર્યો. પોલીસે વ્યાજખોર સામે કાર્યવાહી કરી, મહિલાને મકાન પરત અપાવ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં વ્યાજખોરની દાદાગીરી, વ્યાજ ન ચૂકવી શકતાં વિધવા મહિલાના ફ્લેટ પર કર્યો ગેરકાયદે કબજો

Ahmedabad News: અમદાવાદના સુભાષબ્રિજ વિસ્તારમાં આવેલા ગંગારચના એપાર્ટમેન્ટમાં રહેતી વિધવા મહિલાએ નિર્ણયનગરમાં રહેતા ભુપેન્દ્ર મિસ્ત્રીને મકાનના દસ્તાવેજ આપીને સાત ટકા વ્યાજે નાણાં લીધા હતા. છેલ્લાં કેટલાંક મહિનાઓથી મહિલા વ્યાજ ચૂકવી શકતી ન હોવાને કારણે માથાભારે વ્યાજખોર ભુપેન્દ્ર મિસ્ત્રીએ મહિલાને પરિવાર સાથે ફ્લેટની બહાર કાઢીને ગેરકાયદે કબ્જો કરી લેતા રાણીપ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદમાં વ્યાજખોરની દાદાગીરી

સુભાષબ્રિજ પાસે આવેલા ગંગારચના એપાર્ટમેન્ટમાં રહેતા 58 વર્ષીય કૈલાશબહેન મહેરિયાએ ફરિયાદ નોંધાવી છે કે, મહિલા હાલ જે એપાર્ટમેન્ટમાં રહે છે, તે એપાર્ટમેન્ટમાં તેમના પતિના અવસાન બાદ ફ્લેટ લીધો હતો. વર્ષ 2023માં તેમને નાણાંની જરૂર હોવાથી નવા વાડજમાં વકીલાતનો વ્યવસાય કરતા અને નાણાં વ્યાજે આપવાનું કામ કરતા ભુપેન્દ્ર મિસ્ત્રીએ મકાનના અસલી દસ્તાવેજ લઇને તેની સામે છ લાખ રૂપિયા સાત ટકા વ્યાજે આપ્યા હતા.

વ્યાજ ન ચૂકવી શકતાં વિધવા મહિલાના ફ્લેટ પર કર્યો ગેરકાયદે કબજો

કૈલાશબહેન દર મહિને ભુપેન્દ્ર મિસ્ત્રીને સાત ટકાનું વ્યાજ ચૂકવી આપતા હતા. પરંતુ છેલ્લાં ઘણા સમયથી આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેઓ વ્યાજની રકમ ચૂકવી શકતા નહોતા. તેવામાં ગત 31મી જુલાઇએ ભુપેન્દ્ર મિસ્ત્રી મહિલાના ઘરે આવ્યો હતો અને વ્યાજની માંગણી કરીને જો વ્યાજ ન ચૂકવો તો મકાનમાંથી નીકળી જવાનું કહ્યું હતું.

આ પણ વાંચો: અમદાવાદમાં મનપસંદ જીમખાનામાં 24 કલાક ચાલી SMCની રેડ, 187 જુગારીઓ ઝડપાયા, રસીદથી ચાલતું હતું નેટવર્ક

ત્યારબાદ કૈલાશબહેન અને તેમના પુત્ર તેમજ ભાણીને ઘરની બહાર કાઢી મૂકીને તાળુ મારીને કાઢી મૂક્યા હતા. સાથે-સાથે ધમકી પણ આપી હતી. સમગ્ર મામલે મહિલાએ રાણીપ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને પોલીસે મહિલાને મકાન પરત અપાવવાની સાથે વ્યાજખોર ભુપેન્દ્ર મિસ્ત્રી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.