અમદાવાદના વટવામાં તળાવમાં ન્હાવા કૂદેલા બે બાળકોનું ડૂબી જતાં મોત, આખી રાત શોધખોળ ચાલી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Vatva 2 Children Died News : અમદાવાદના વટવાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં વાંદરવટ તળાવમાં ગઇકાલે સાંજે બે બાળકો ન્હાવા કૂદ્યા હતા અને ત્યારબાદથી ગુમ થઈ ગયા હતા. જેની જાણકારી મળતાં ફાયરબ્રિગેડ, પોલીસ અને અન્ય રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે ધસી આવી હતી. આખી રાત સુધી બંને બાળકોને શોધવા માટે ઓપરેશન ચલાવાયુ હતું જે સવારે પૂર્ણ થયું. ત્યારે બે બાળકોના મૃતદેહો મળી આવ્યા હતા.

વટવા પોલીસે આપી માહિતી
આ મામલે વટવા પોલીસ અધિકારીએ જાણકારી આપતા જણાવ્યું હતું કે ગઈકાલ રાતથી જ અમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું અને આજે સવારે બંને બાળકોના મૃતદેહો હાથ લાગ્યા હતા જેના બાદથી વિસ્તારમાં ગમગીની ફેલાઈ હતી. મૃતકોની ઓળખ 13 વર્ષીય અરમાન ઈસ્લામુદ્દીન અને મોહમ્મદ અલી યાદઅલી સૈયદ તરીકે થઇ હતી. આ બંને બાળકો વટવામાં જિયા મસ્જિદ નજીકના વિસ્તારમાં રહેતા હતા. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.










