Ahmedabad
કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ આજે અમદાવાદને વિધિવત્ સોંપાશે, 2030 ની CWGની ઝલક પણ બતાવાશે
By GS Team
2 Aug 20262 mins read
સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ-2026 ના સમાપન સમારોહમાં અમદાવાદ શહેર માટે ઐતિહાસિક ક્ષણ આવશે. 2030 માં કોમનવેલ્થ ગેમ્સનું યજમાનપદ અમદાવાદને સત્તાવાર રીતે સોંપવામાં આવશે, જેમાં બેટન અને ધ્વજ પણ મળશે. આ હેન્ડઓવર સેરેમની ત્રણ ભાગમાં યોજાશે, જેમાં 'વંદે માતરમ્'ની ઉજવણી અને ભારતીય-સ્કોટિશ સાંસ્કૃતિક જુગલબંધી જોવા મળશે. આ સાથે જ અમદાવાદની યજમાનપદની સત્તાવાર યાત્રાનો પ્રારંભ થશે.
Summarized by AI; it may make mistakes. Check important info

સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે યોજાઈ રહેલી કોમવેલ્થ ગેમ્સ-2026 ના સમાપન સમારોહ દરમિયાન અમદાવાદ શહેર માટે એક ઐતિહાસિક ક્ષણ આવી રહી છે. આ સમારોહમાં વર્ષ 2030 માટે યજમાન અમદાવાદને સત્તાવાર રીતે કોમવેલ્થ ગેમ્સની બેટન અને ધ્વજ સોંપવામાં આવશે. આ સાથે જ અમદાવાદની 2030 ની કોમવેલ્થ ગેમ્સના યજમાનપદની સત્તાવાર યાત્રાનો પ્રારંભ થશે.
હેન્ડઓવર સેરેમનીની ખાસ ઝલક
ગ્લાસગોમાં યોજાનારી આ સેરેમની ત્રણ ભાગમાં ભજવવામાં આવશે
- પ્રથમ એક્ટ: 'વંદે માતરમ્' ની ઉજવણી અને તેના 150 વર્ષ પૂર્ણ થવાની અભિવ્યક્તિ હશે.
- બીજો એક્ટ: શાસ્ત્રીય ભારતીય અને સ્કોટિશ સાંસ્કૃતિક જુગબંધી જોવા મળશે, જેમાં સિતારવાદક રિષભ રિખીરામ શર્મા અને સ્કોટિશ પાઈપ પ્લેયર રોસ એન્સલી વચ્ચે અદ્ભુત જુગબંધી થશે.
- આ હેન્ડઓવર કોઈ માત્ર ઔપચારિકતા નથી, પરંતુ એક જ સ્ટેજ પર બે રાષ્ટ્રોની ભાવના વ્યક્ત કરશે જ્યાં સિતાર અને પાઈપ્સ વચ્ચે અસાધારણ સૂરમેળ જોવા મળશે.
ક્વિન્સ બેટનનો ઇતિહાસ અને તેની વિશેષતા
- શરૂઆત: વર્ષ 1958 માં ક્વિન્સ બેટન રિલેની શરૂઆત વેલ્સના કાર્ડિફ ખાતે યોજાયેલી કોમવેલ્થ ગેમ્સથી થઈ હતી.
- પ્રવાસ: આ બેટન કોમવેલ્થના તમામ સભ્ય દેશોમાં ફેરવવામાં આવે છે અને ખેલાડીઓ, ભૂતપૂર્વ ખેલાડીઓ, સમાજના પ્રતિષ્ઠિત લોકો તેમજ યુવાનોને સોંપવામાં આવે છે.
- ડિઝાઇન: દરેક કોમવેલ્થ ગેમ્સ માટે એક નવું અને અનોખું બેટન બનાવાય છે, જેની ડિઝાઇન યજમાન દેશની સંસ્કૃતિ, ટેક્નોલોજી અને પરંપરાને દર્શાવે છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં કોમવેલ્થ ગેમ્સ પાછળ થયેલો ખર્ચ
વર્ષ | યજમાન શહેર | અંદાજીત ખર્ચ (રૂપિયામાં) |
2014 | ગ્લાસગો | 6300 કરોડ |
2018 | ગોલ્ડકોસ્ટ | 11000 કરોડ |
2022 | બર્મિંગહામ | 9000 કરોડ |
2026 | ગ્લાસગો | 1725 કરોડ |
(નોંધ: ગ્લાસગો-2026 માં માત્ર હાલની સુવિધાઓનો ઉપયોગ કરીને લો-કોસ્ટ મોડેલ દ્વારા સૌથી ઓછા ખર્ચે યજમાની કરવામાં આવી છે.)