Ahmedabad
ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ-શિક્ષકો મુંઝવણમાં! નવા કોમ્પ્યુટર કોર્સમાં હજુ પેપર સ્ટાઈલ અને ગુણભાર નક્કી નહીં
By GS Team
4 Aug 20262 mins read
ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ 9 અને 11માં કમ્પ્યુટરનો નવો અભ્યાસક્રમ લાગુ કર્યો છે. 2 મહિના વીતવા છતાં, પેપર સ્ટાઈલ અને ગુણભાર નક્કી ન થતા શાળાઓ ચિંતિત છે. નવા પુસ્તકો આવ્યા, પરંતુ બ્લુપ્રિન્ટ જાહેર ન થતા સપ્ટેમ્બર-ઓક્ટોબરની પ્રિલિમ પરીક્ષા માટે પ્રશ્નપત્ર કઈ રીતે બનાવવું તે અંગે શિક્ષકો અને વિદ્યાર્થીઓ મૂંઝવણમાં છે. વહેલી તકે નવી મૂલ્યાંકન પદ્ધતિ જાહેર કરવી જરૂરી છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Board Class Computer Paper Style : ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષથી ધોરણ 9 અને 11 માં કમ્પ્યુટર વિષયનો નવો અભ્યાસક્રમ લાગુ કરવામાં આવ્યો છે. નવું શૈક્ષણિક વર્ષ શરૂ થઈને 2 મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી આ નવા સિલેબસની પેપર સ્ટાઇલ તેમજ ગુણભાર નક્કી કરવામાં આવ્યા નથી. જેને કારણે શાળાઓ ચિંતામાં છે કે આગામી સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં યોજાનારી પ્રિલિમ પરીક્ષા માટે પ્રશ્નપત્ર કઈ રીતે તૈયાર કરવું.
નવા પુસ્તકો આવ્યા, પરંતુ બ્લુપ્રિન્ટ જાહેર થઈ નથી
- ધોરણ 9 અને 11 માં કમ્પ્યુટર વિષયનો અભ્યાસક્રમ બદલવામાં આવ્યો છે અને પાઠ્યપુસ્તક મંડળ દ્વારા નવા પુસ્તકો તૈયાર કરીને શાળાઓમાં મોકલી આપવામાં આવ્યા છે.
- વિદ્યાર્થીઓ હાલ નવા પુસ્તકોમાંથી અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ આ નવા કોર્સ મુજબની નવી પેપર સ્ટાઇલ અને ગુણભાર હજુ સુધી નક્કી કરવામાં આવ્યા નથી.
- સામાન્ય રીતે શૈક્ષણિક સત્રની શરૂઆતમાં જ નવા અભ્યાસક્રમનું પરિરૂપ એટલે કે બ્લુપ્રિન્ટ તૈયાર કરીને જાહેર કરવામાં આવે છે, જેના આધારે શાળાઓ પ્રિલિમ અને વાર્ષિક પરીક્ષાઓ માટે પેપર તૈયાર કરે છે.
શિક્ષકો અને વિદ્યાર્થીઓ સમક્ષ મૂંઝવણભરી સ્થિતિ
- આગામી સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં પ્રિલિમ પરીક્ષાઓ લેવાનાર છે, ત્યારે શિક્ષકો મૂંઝવણમાં છે કે કઈ પેપર સ્ટાઇલથી પેપર તૈયાર કરવું અને કેટલા પ્રકરણમાંથી કેટલા ગુણના પ્રશ્નો પૂછવા.
- શાળાઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે આ નવી મૂલ્યાંકન પદ્ધતિ અને પેપર સ્ટાઇલ વહેલી તકે જાહેર થાય તે અત્યંત જરૂરી બન્યું છે.