Ahmedabad

અમદાવાદ-સુરત સહિત 6 નવી કચેરીઓના ઇન્ચાર્જ DEOના નામ જાહેર, જુઓ કોને સોંપાયો વધારાનો હવાલો

By GS Team
4 Jul 20261 min read
TukuTouch Logo
ગુજરાત સરકારે શિક્ષણ વિભાગમાં વહીવટી કાર્યક્ષમતા વધારવા 6 નવી DEO કચેરીઓ બનાવી છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, કચ્છ, રાજકોટ અને સુરતમાં આ નવી કચેરીઓ શરૂ થઈ છે. રોહિત ચૌધરી, ભગવાન પ્રજાપતિ સહિત 6 અધિકારીઓને ઇન્ચાર્જ DEO તરીકે વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગના ઉપ સચિવ કિન્નરી શાહે આ નિમણૂકના સત્તાવાર આદેશ કર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ-સુરત સહિત 6 નવી કચેરીઓના ઇન્ચાર્જ DEOના નામ જાહેર, જુઓ કોને સોંપાયો વધારાનો હવાલો

New DEO Appointments in Gujarat: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વહીવટી ભારણ ઘટાડવા અને કામગીરીને વધુ સુદ્રઢ બનાવવા માટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના મોટા જિલ્લાઓની કચેરીઓનું વિભાજન કરીને નવી 6 જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરીઓ શરૂ કરવાની જાહેરાત બાદ, હવે આ કચેરીઓમાં ઇન્ચાર્જ DEO તરીકે અધિકારીઓની નિમણૂકના સત્તાવાર હુકમ કરી દેવામાં આવ્યા છે.

શિક્ષણ વિભાગના ઉપ સચિવ કિન્નરી શાહની સહીથી બહાર પાડવામાં આવેલી અધિસૂચના અનુસાર, આ તમામ અધિકારીઓને તેમની હાલની ફરજો ઉપરાંત વધારાના હવાલા તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી છે.

નવી કચેરીઓ અને ઇન્ચાર્જ અધિકારીઓની યાદી

•રોહિત ચૌધરી, જિલ્લા શિક્ષણાધિકારી, અમદાવાદ-શહેર: જિલ્લા શિક્ષણાધિકારી, અમદાવાદ (શહેર) પૂર્વ
•ભગવાન પ્રજાપતિ, જિલ્લા શિક્ષણાધિકારી, ગાંધીનગર: જિલ્લા શિક્ષણાધિકારી, ગાંધીનગર (ગ્રામ્ય)
•મહેશકુમાર આર. પાંડે, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, વડોદરા: જિલ્લા શિક્ષણાધિકારી, વડોદરા (ગ્રામ્ય)
•સંજય પરમાર, જિલ્લા શિક્ષણાધિકારી, કચ્છ: જિલ્લા શિક્ષણાધિકારી, કચ્છ (અંજાર)
•દિક્ષિત પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, રાજકોટ: જિલ્લા શિક્ષણાધિકારી, રાજકોટ (ગ્રામ્ય)
•ભગીરથસિંહ પરમાર, જિલ્લા શિક્ષણાધિકારી, સુરત: જિલ્લા શિક્ષણાધિકારી, સુરત (ગ્રામ્ય)