Ahmedabad

દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર: 4 કલાકમાં પલસાણામાં 2 ઇંચથી વધુ વરસાદ, આ જિલ્લામાં ઍલર્ટ જાહેર

By GS Team
21 Jul 20261 min read
TukuTouch Logo
ગુજરાતમાં ચોમાસાની સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાત સહિત 80 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આજે સવારે 6થી 10 વાગ્યા દરમિયાન સુરતના પલસાણામાં 2.20 ઇંચ, જ્યારે નવસારીના ગણદેવીમાં 2 ઇંચ વરસાદ પડ્યો. હવામાન વિભાગે નવસારી-વલસાડમાં ઑરેન્જ અને સુરત-તાપીમાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર: 4 કલાકમાં પલસાણામાં 2 ઇંચથી વધુ વરસાદ, આ જિલ્લામાં ઍલર્ટ જાહેર

Gujarat Monsoon: ગુજરાતમાં ચોમાસાની સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે (21મી જુલાઈ) સવારે 6થી 10 વાગ્યા સુધીના 4 કલાક દરમિયાન રાજ્યના 80 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત અને નવસારી જિલ્લામાં મેઘરાજાએ વધુ મહેરબાની કરી છે.

image.png
image.png

સુરત અને નવસારીમાં ધોધમાર વરસાદ

મળતી માહિતી અનુસાર, આજે સવારે નોંધાયેલા આંકડા મુજબ, માત્ર ચાર કલાકના સમયગાળામાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના પલસાણા 2.20 ઇંચ નોંધાયો છે. આ ઉપરાંત નવસારીના ગણદેવી તાલુકામાં 2 ઇંચ, નવસારી તાલુકામાં 1.97 ઇંચ અને જલાલપોરમાં 1.93 ઇંચ વરસાદ ખાબક્યો છે. બારડોલીમાં 1.85 ઇંચ અને સુરત શહેરમાં 1.57 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે નવસારીના ચીખલીમાં 1.61 ઇંચ વરસાદ વરસ્યો હતો.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં આગામી કલાકોમાં ભારે વરસાદની આગાહી કરી છે. વરસાદની તીવ્રતા અને શક્યતાઓને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નીચે મુજબના ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને પગલે ઑરેન્જ ઍલર્ટ અપાયું છે. જ્યારે સુરત અને તાપી જિલ્લામાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહીને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.