ગુજરાત વહીવટી તંત્રમાં મોટા ફેરફાર, 28 IAS અને GAS કેડરના 13 અધિકારીઓની બદલી; જુઓ લિસ્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat IAS Transfers: ગુજરાત સરકારે રાજ્યના વહીવટી તંત્રમાં મોટા પાયે ફેરફાર કરતાં 28 ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારીઓની બદલી અને નવી નિમણૂકોના આદેશો જાહેર કર્યા છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા 21 જુલાઈ, 2026ના રોજ બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ વિવિધ મહાનગરપાલિકાઓના મ્યુનિસિપલ કમિશનરો, જિલ્લા વિકાસ અધિકારીઓ (DDO) તેમજ રાજ્ય સરકારના વિવિધ નિગમો અને વીજ કંપનીઓના મેનેજિંગ ડિરેક્ટર (MD) સહિતના મહત્ત્વના હોદ્દાઓ પર નવી નિમણૂકો કરવામાં આવી છે. આ ઉપરાંત GAS કેડરના 13 વર્ગ-1 અધિકારીઓની બદલીના આદેશ કરાયા છે.


GAS કેડરના 13 વર્ગ-1 અધિકારીઓની બદલી-નિમણૂકના આદેશ
ગુજરાત વહીવટી સેવા (GAS) કેડરના વર્ગ-1 (સિલેક્શન/સીનિયર સ્કેલ)ના 13 અધિકારીઓની બદલી અને નવી નિમણૂકોના આદેશો જાહેર કર્યા છે. 21 જુલાઈના રોજ જાહેર કરાયેલા આ નોટિફિકેશન મુજબ વિવિધ નિગમો, બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્રમાં મહત્ત્વના હોદ્દાઓ પર મોટી ફેરબદલ કરાઈ છે.










