Ahmedabad

અમદાવાદમાં વેપારીને ક્રેડિટ કાર્ડના રિવોર્ડ પોઈન્ટની લાલચ ભારે પડી, ઠગબાજે રૂ.1.85 લાખ પડાવ્યા

By GS Team
5 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના કાલુપુરના કાપડ વેપારી નારણ પુરોહિત સાયબર ઠગાઈનો ભોગ બન્યા છે. ICICI બેંકના કર્મચારી તરીકે ઓળખ આપી એક યુવતીએ 4,000 રિવોર્ડ પોઈન્ટ્સની લાલચ આપી. લિંક મોકલી અંગત વિગતો અને OTP મેળવી ક્રેડિટ કાર્ડમાંથી 1.85 લાખ રૂપિયા સેરવી લીધા. કાલુપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં વેપારીને ક્રેડિટ કાર્ડના રિવોર્ડ પોઈન્ટની લાલચ ભારે પડી, ઠગબાજે રૂ.1.85 લાખ પડાવ્યા

Ahmedabad News: અમદાવાદના કાલુપુર વિસ્તારમાં કાપડનો વેપાર કરતાં નારણ પુરોહિત સાયબર ઠગનો શિકાર બન્યા છે. ક્રેડિટ કાર્ડમાં 4,000 રિવોર્ડ પોઈન્ટ્સ જમા કરવાની લાલચ આપીને ભેજાબાજોએ તેમની પાસેથી રૂપિયા 1.85 લાખની રકમ સેરવી લીધી છે. ICICI બેંકના ક્રેડિટ કાર્ડ વિભાગના કર્મચારી તરીકે ઓળખ આપીને એક અજાણી યુવતીએ ફોન પર મીઠી વાતો કરીને આ સમગ્ર કૌભાંડને અંજામ આપ્યો હતો. આ મામલે કાલુપુર પોલીસ મથકમાં છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

અમદાવાદમાં વેપારીને ક્રેડિટ કાર્ડના રિવોર્ડ પોઈન્ટની લાલચ ભારે પડી

આ સાયબર ફ્રોડની મોડસ ઓપરેન્ડી મુજબ, યુવતીએ નારણભાઈને ફોન કરીને રિવોર્ડ પોઈન્ટ્સ એક્ટિવેટ કરવા માટે એક લિંક મોકલી હતી. આ લિંક ઓપન કરીને વેપારીએ તેમાં પોતાનું પાનકાર્ડ, આધારકાર્ડ, સરનામું, ઈમેલ અને મોબાઈલ નંબર જેવી તમામ અંગત વિગતો ભરી દીધી હતી.

આટલું જ નહીં, ફોર્મ સબમિટ કરતી વખતે આવેલો ઓટીપી પણ નારણભાઈએ આપી દેતા જ તેમનો મોબાઈલ હેન્ગ થઈ ગયો હતો અને ગણતરીની મિનિટોમાં જ તેમના ક્રેડિટ કાર્ડમાંથી પૈસા ઉપડી ગયા હતા.

મોબાઈલમાં 1.85 લાખ રૂપિયા ડેબિટ થયાના બે અલગ-અલગ મેસેજ વાંચીને નારણભાઈ ચોંકી ઉઠ્યા હતા. તેમણે તાત્કાલિક ધોરણે પોતાના ભાણિયા કુલદીપને જાણ કરી હતી. કુલદીપે દુકાને આવીને સમગ્ર ઘટનાની તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે, તેમની સાથે ઓનલાઈન ઠગાઈ થઈ છે. ત્યારબાદ સમય બગાડ્યા વિના કુલદીપે કાલુપુર પોલીસ સ્ટેશન પહોંચીને અજાણી યુવતી અને અન્ય શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હાલમાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.