Ahmedabad

અમદાવાદમાં કેટલા દીપડા ફરે છે? શેલા-ઘુમા બાદ ઝુંડાલમાં આંટા મારતા દેખાયો હોવાનો દાવો

By GS Team
21 Jul 20261 min read
TukuTouch Logo
અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસથી દીપડાનો ભય વ્યાપ્યો છે. પહેલા શેલા-ઘુમામાં દેખાયા બાદ, હવે ઝુંડાલ-ચાંદખેડા વિસ્તારમાં પણ દીપડો જોવા મળ્યો હોવાના દાવા સાથેની તસવીરો વાયરલ થઈ છે. 19મી જુલાઈએ ઘુમાની સોસાયટીમાં દીપડો ઘૂસ્યો હતો. 26 કિલોમીટર દૂર દીપડો દેખાતા વનવિભાગ દોડધામમાં છે. શહેરમાં કેટલા દીપડા છે તે અંગે સ્પષ્ટતાની માંગ સ્થાનિકો કરી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં કેટલા દીપડા ફરે છે? શેલા-ઘુમા બાદ ઝુંડાલમાં આંટા મારતા દેખાયો હોવાનો દાવો

Leopard in Ahmedabad: અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસથી દીપડાની હાજરીને પગલે નાગરિકોમાં ભારે ભય અને કૂતુહલનો માહોલ જોવા મળી રહ્યો છે. પહેલા શેલા વિસ્તારમાં દીપડો દેખાયા બાદ હવે ત્યાંથી આશરે 26 કિલોમીટર દૂર ઝુંડાલ-ચાંદખેડા વિસ્તારમાં પણ દીપડો જોવા મળ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ગઇકાલે (20મી જુલાઈ) રાત્રે ઝુંડાલથી ચાંદખેડા માધવ હોમ્સની સામે દીપડો દેખાયો હોવાના દાવા સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

19મી જુલાઈએ ઘુમાની સોસાયટીમાં દીપડો ઘૂસ્યો હતો

19મી જુલાઈની મોડી રાત્રે અમદાવાદના પોશ વિસ્તાર એવા ઘુમામાં દીપડાએ દેખા દીધી હતી. શરણદીપ સોસાયટીના એક બંગલોની દીવાલ કૂદીને દીપડો અંદર ઘૂસ્યો હતો. ત્યારબાદ સોસાયટીના કૂતરા દીપડાની પાછળ દોડ્યા હતા. આ ઘટના બાદ ઘુમા, શેલા અને બોપલ પંથકના સ્થાનિકોમાં ભારે ડરનો માહોલ જોવા મળ્યો હતો.

શેલા-ઘુમા વિસ્તાર બાદ હવે ત્યાંથી 26 કિલોમીટર દૂર ચાંદખેડા-ઝુંડાલમાં દીપડો દેખાયો હોવાના દાવાથી તંત્રની દોડધામ વધી ગઈ છે. આ એ જ દીપડો છે કે પછી શહેરમાં અન્ય કોઈ દીપડો પણ ઘૂસી આવ્યો છે તેને લઈને વિવિધ અટકળો ચાલી રહી છે. અમદાવાદ જેવા ગીચ શહેરમાં આખરે કેટલા દીપડા મુક્તપણે ફરી રહ્યા છે તે અંગે વનવિભાગે વહેલી તકે સ્થિતિ સ્પષ્ટ કરવી જોઈએ તેવી માગણી સ્થાનિકો કરી રહ્યા છે.