6 કલાકમાં 76 તાલુકામાં મેઘરાજા વરસ્યા, 2 જિલ્લામાં વરસાદનું રેડ ઍલર્ટ, જાણો ક્યાં કેટલી મેઘમહેર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Rain Update: ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદી આંકડા અનુસાર આજે (20 જુલાઈ 2026) સવારે 6:00 વાગ્યાથી બપોરના 12:00 વાગ્યા સુધીના 6 કલાક દરમિયાન રાજ્યના કુલ 76 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને સુરત જિલ્લાઓમાં મેઘરાજાએ જમાવટ કરી હતી. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં 3.15 ઇંચ નોંધાયો છે. નવસારી અને વલસાડ જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ સવારના સમયે ભારે વરસાદી ઝાપટાં પડ્યા હતા.

રાજ્યમાં 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 111 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જલાલપોરમાં સૌથી વધુ 5.75 ઇંચ વરસાદ નોંધાયો છે. નવસારીમાં 4.80 ઇંચ, પારડીમાં 3.82 ઇંચ અને પલસાણામાં 3.07 ઇંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ચીખલીમાં 2.48 ઇંચ, મહુવામાં 2.17 ઇંચ, નાનાપોંઢામાં 1.97 ઇંચ, કપરાડામાં 1.85 ઇંચ, બારડોલી અને સુરત શહેરમાં 1.73-1.73 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ગણદેવીમાં 1.65 ઇંચ, ઉમરપાડામાં 1.54 ઇંચ, વાલોડમાં 1.50 ઇંચ, ઉમરગામમાં 1.42 ઇંચ અને વાપીમાં 1.38 ઇંચ વરસાદ વરસ્યો છે.
4 વાગ્યા સુધીનું નાવકાસ્ટ
ભારતીય હવામાન વિભાગ(IMD) દ્વારા રાજ્યમાં માટે સાંજે 4:00 વાગ્યા સુધીનું તાજું નાવકાસ્ટ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં ચાલી રહેલી સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

વલસાડ અને ડાંગમાં રેડ ઍલર્ટ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, નર્મદા, ભરુચ, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદમાં ઑરેન્જ ઍલર્ટ અને અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા, મહીસાગર, અરવલ્લી, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.









