Ahmedabad

'જગ્યા છે તો શા માટે ભરતી કરતા નથી' દિવ્યાંગોને વિવિધ વિભાગોમાં અનામત આપવા મામલે હાઇકોર્ટની સરકારને ટકોર

By GS Team
11 Sep 20262 mins read
TukuTouch Logo
ગુજરાત હાઈકોર્ટે દિવ્યાંગ અનામત મામલે રાજ્ય સરકારને ટકોર કરી છે. સરકારે 21 હજાર ભરતીમાંથી 5 હજાર દિવ્યાંગો અયોગ્ય હોવાનું સોગંદનામામાં જણાવ્યું. કોર્ટે કહ્યું કે, 13 હજાર પોસ્ટ માટે જાહેરાત છતાં 21 હજાર જગ્યાઓ ખાલી કેમ? સરકારે 6 હજારથી વધુ નિમણૂક આપી હોવા છતાં, કોર્ટે કામગીરીથી અસંતોષ વ્યક્ત કર્યો અને વિગતવાર રિપોર્ટ માંગ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'જગ્યા છે તો શા માટે ભરતી કરતા નથી' દિવ્યાંગોને વિવિધ વિભાગોમાં અનામત આપવા મામલે હાઇકોર્ટની સરકારને ટકોર

Gujarat High Court On Divyang Reservation: રાજય સરકારના વિવિધ વિભાગોમાં દિવ્યાંગોને અનામત આપવા મામલે સરકારે હાઇકોર્ટમાં સોંગદનામું રજૂ કર્યુ છે. 21 હજાર ભરતીમાંથી 5 હજાર જેટલાં દિવ્યાંગો ભરતી માટે લાયક નહીં હોવાની રજૂઆત કરાઇ છે. તે સિવાય 7 હજાર જેટલી પોસ્ટ પર હજુ કામગીરી ચાલી રહી છે. ચીફ જસ્ટિસની ખંડપીઠે એવી ટકોર કરી હતી કે, 'તમે ભલે દિવ્યાંગોની ભરતી કરી હોવાની વાત કરી રહ્યા છો પણ અમને તમારી કામગીરીથી સંતોષ નથી. તમે 13 હજાર પોસ્ટ માટે જાહેરાત કરી પરંતુ જગ્યા 21 હજાર છે તો શા માટે દિવ્યાંગોની ભરતી કરતાં નથી.'

'જગ્યા છે તો શા માટે ભરતી કરતા નથી'

કોર્ટે એવી ટકોર કરી હતી કે, 'ડિપાર્ટમેન્ટ મુજબ તમારે પૃથ્થકરણ કરીને ચાર્ટ કોર્ટમાં રજૂ કરવો પડશે. તમારે વિગતો તો રજૂ કરવી પડે. કઇ પોસ્ટ માટે કયા વિભાગમાં કેટલી અપંગતા ધરાવતા વ્યકિતને નોકરી આપી તે કહેવું પડે.'

દિવ્યાંગોને વિવિધ વિભાગોમાં અનામત આપવા મામલે હાઇકોર્ટની સરકારને ટકોર

દિવ્યાંગોને સરકારના વિવિધ વિભાગોમાં અનામત આપવા મામલે હાઈકોર્ટે કહ્યું કે, '13 હજારમાંથી 5 હજાર જેટલી પોસ્ટ માટે રીક્રુટમેન્ટ એજન્સીએ શા માટે જાહેરાત બહાર પાડી નથી.' સરકારે એવો જવાબ આપ્યો હતો કે, બાકીની પોસ્ટ પર ઝડપથી જાહેરાત બહાર પાડી દેવામાં આવશે. અરજદાર તરફે સરકારે રજૂ કરેલા આંકડાને ખોટા ગણાવતા કોર્ટે એવી ટકોર કરી હતી કે, સરકારે રજૂ કરેલા આંકડા ફૂલગુલાબી ચિત્ર બતાવે છે. પરંતુ ખરેખર કોઈ પૃથક્કરણ કરવામાં આવ્યુ નથી. કયા વિભાગમાં કઇ પોસ્ટ પર નિમણૂક કરાઇ તે સરકારે કોર્ટમાં કહ્યું નથી. દિવ્યાંગોને કેટલી અપંગતા છે, તેમને કઇ જગ્યા પર રાખ્યા તે અંગે પણ સરકારે કોઇ માહિતી કોર્ટમાં રજૂ કરી નથી.'

આ પણ વાંચો: 'કોર્ટમાં ડેટા રજૂ કરો છો, પણ રખડતા કૂતરાની સંખ્યા તો એટલી જ છે!' ગુજરાત હાઇકોર્ટે AMCને બરાબરની ઝાટકી

સરકારે કોર્ટ સમક્ષ એવી રજુઆત કરી હતી કે 6 હજાર કરતા વધુ લોકોને નિમણુંક આપી દીધી છે. પરિણામો જાહેર થઇ ગયા છે. સરકારે વિગતવાર રિપોર્ટ રજૂ કરવા વધુ સમયની માગણી કરી હતી. આ કેસની સંવેદનશીલતા તમારે સમજવી પડે. રીક્રુટમેન્ટ એજન્સીને બે વર્ષ આપ્યા છતા હજુ સંતોષકારણ પરિણામ મળ્યુ નથી.