ગુજરાતમાં ફટાકડા ઉદ્યોગ: 150 કરોડનું ઉત્પાદન અને 10,000 લોકોને રોજગારી, છતાં સુરક્ષા સામે કેમ મોટો પ્રશ્નાર્થ?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Fireworks Industry: ગુજરાતમાં ફટાકડાના ગેરકાયદે ઉત્પાદનમાં વિસ્ફોટોથી નિર્દોષ શ્રમિકો હોમાઈ રહ્યા છે. તેનાથી પણ વરવી બાબત ગુજરાતમાં વિકસી રહેલા ફટાકડા ઉદ્યોગનું ગળું સરકાર અને સરકારી તંત્ર જ ઘોંટી રહ્યું છે તે છે. વિતેલા અઢી દશકામાં વિકસેલા ગુજરાતના ફટાકડા ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર 150 કરોડ આસપાસ છે.
અમદાવાદના વાંચ અને આસપાસ તેમજ ડીસા વિસ્તારમાં ફટાકડા બનાવવામાં આવે છે, તેમાં રાજ્યમાં વર્ષે ફોડાતા અંદાજે 500 કરોડના ફટાકડાનું 30 ટકા એટલે કે અંદાજે 150 કરોડનું ઉત્પાદન થાય છે. કાયદેસર કહો કે, ગેરકાયદે પણ 300 જેટલી ફેક્ટરીમાં ફટાકડાના ઉત્પાદન, વેચાણથી 10,000થી વધુ નાના અને મધ્યમવર્ગના લોકોને રોજરોટી મળે છે. ફટાકડા ઉદ્યોગના સલામત વિકાસનું આયોજન ક્યારે? તેવો સવાલ છે.
ગણેશોત્સવથી રાજ્યમાં ફટાકડા ઉત્પાદકો માટે સિઝન શરૂ થાય છે
ગણેશોત્સવ માટે ત્રણ લાખના ફટાકડા બનાવવાનો ઓર્ડર મળતાં ગેરકાયદે શરૂ કરાયેલી ફેક્ટરીમાં ધડાકો થતાં 10 લોકોએ જીવ ગુમાવ્યાં તે કરુણ ઘટના છે. પણ, ગણેશોત્સવથી અમદાવાદ અને રાજ્યના ફટાકડા ઉત્પાદકો માટે સિઝન શરૂ થાય છે જે દિવાળી સુધી ચાલતી હોવાનું વેપારી સૂત્રો કહે છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના મોટા શહેરોમાં ફટાકડાના લગભગ 100 જેટલા નાના-મોટા હોલસેલર્સ છે. ગુજરાતમાં ફટાકડાનું વાર્ષિક ટર્નઓવર 500 કરોડ આસપાસનું છે અને ગુજરાતમાં ફટાકડા ઉદ્યોગ વિકસ્યો છે તે વાસ્તવિકતા છે.
મોટાભાગના એકમોમાં પંચમહાલ જિલ્લામાંથી શ્રમિકો
વેપારી સૂત્રો કહે છે કે, અઢી દાયકા પહેલાં અમદાવાદના વાંચ વિસ્તારમાં પહેલી ફટાકડા ફેક્ટરી શરૂ કરવામાં આવી હતી. ધીમે ધીમે વાંચ અને આસપાસ તેમજ અમદાવાદના રીંગ રોડ વિસ્તારમાં ફટાકડા બનાવતા નાના-મોટા 200થી કરવાના યુનિટ પણ આ વિસ્તારોમાં ગણેશોત્સવ અગાઉથી શરૂ થાય છે અને દિવાળીના થોડા દિવસો પહેલાં સુધી ધમધમતાં હોય છે. આવા મોટાભાગના એકમોમાં પંચમહાલ જિલ્લામાંથી શ્રમિકો આવે છે.
અમદાવાદ આસપાસના વિસ્તારોમાં આવેલી નાની મોટી ફટાકડા ફેક્ટરીઓનું વાર્ષિક ટર્નઓવર 20 રૂપિયા હોલસેલર એવા વેપારીઓ ઉપરાંત ગામેગામ ફરી ઓર્ડર નોંધતા વેપારીઓ ફટાકડાનું ઉત્પાદન કરતી અમદાવાદ, ડીસાની 300 જેટલી ફેક્ટરીઓને ઓર્ડર આપે અને તે મુજબ ફટાકડા બનાવી અપાય છે. કડક નિયમોના કારણે ફટાકડા ઉત્પાદન અને ઉદ્યોગ ફૂલ્યોફાલ્યો નથી. અત્યારે તો, સરકારના આયોજનના અભાવે તંત્રના મોટાભાગના ફટાકડા તામિલનાડુના શિવાકાશીથી આવે છે.
સ્થાનિક વેપારી, ઉત્પાદક સૂત્રો કહે છે કે શિવાકાશીની ડિમાન્ડ વચ્ચે વિતેલા અઢી દશકામાં ગુજરાતમાં પપપ બોમ્બ, મિર્ચી બોમ્બ, કોઠી સહિતના ફટાકડાનું ઉત્પાદન વધી રહ્યું છે. કાયદેસર કહો કે ગેરકાયદે પણ વધુ એકમો વિતેલા અઢી દાયકામાં કાર્યરત થઈ ચૂક્યાં છે. ફટાકડા ફેક્ટરીઓમાં ચોમાસા સિવાય આખા વર્ષ દરમિયાન મિર્ચી બોમ્બ, કોઠી સહિતના નાના-મોટા ફટાકડા બનાવવાનું કામ કરતાં પરિવારોને રોજરોટી મળે છે. આ ઉપરાંત, પેકીંગ યુનિટોમાં ફટાકડાના બોક્સ તૈયાર લાખથી માંડ એક કરોડ સુધીનું હોય છે. નામ ન આપવાની શરતે વેપારી સૂત્રો કહે છે કે, અમદાવાદ અને ડીસા વિસ્તારમાં બનતાં ફટાકડા મોટાભાગે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના હોલસેલર્સ ઓર્ડર આપે તે મુજબ બનાવવામાં આવે છે.
રાજ્યના ફટાકડા લાંચિયા બાબુઓ ધૂમ કમાણી કરી ગજવાં ગરમ કરી રહ્યાં છે તો સામે નિર્દોષોનો ભોગ લેવાઈ રહ્યો છે. જો સરકારી તંત્ર નિયમો બનાવી તેનું પાલન કરાવે તો તામિલનાડુના શિવાકાશીની માફક ગુજરાત પણ ફટાકડા ઉદ્યોગમાં અગ્રેસર બની શકે તેમ હોવાનું વેપારી કહે છે.
અમદાવાદ અને ડીસાની 300 ફેક્ટરીમાં વર્ષે 20 લાખથી 60 લાખના ફટાકડા બનાવાય છે
અમદાવાદ અને ડીસા વિસ્તારમાં ફટાકડાનું ઉત્પાદન કરતાં નાના-મોટા 300 જેટલા એકમો કાર્યરત છે તેમ કહેતાં વેપારી સૂત્રો ઉમેરે છે કે, આવી સ્થાનિક ફેક્ટરીઓમાં વર્ષે 20 લાખથી માંડીને 60 લાખના ફટાકડા બનાવવામાં આવે છે. રાજ્યમાં વ્યક્તિગત લાઈસન્સ પ્રાપ્ત અને કુટીર એકમો ધરાવતી અમુક ફેક્ટરીનું ઉત્પાદન દોઢથી બે કરોડને આંબે છે. ગુજરાતના સ્થાનિક જથ્થાબંધ વેપારીઓના ઓર્ડરના આધારે આવા એકમો ફટાકડાનું ઉત્પાદન કરે છે.
અમદાવાદમાં બનતા ફટાકડા દિવાળીમાં સ્થાનિક બજારોની લારીઓમાં વેચાતા ગરીબોને રોજગારી
નવરાત્રિ પછીના સમયગાળામાં અમદાવાદ રીંગ રોડ ઉપર વાંચ ગામ પાસેથી પસાર થતાં હોઈએ તો ફટાકડા વેચતા મંડપો જોવા મળે છે. એ જ રીતે દિવાળીના સમયગાળામાં અમદાવાદના રહેણાંક વિસ્તારોની સ્થાનિક બજારોમાં લારીઓ લઈને ફટાકડા વેચતા ગરીબ પરિવારો અમદાવાદ આસપાસની ફેક્ટરીઓમાં બનતા ફટાકડાનું વેચાણ કરે છે.









