Ahmedabad

અમદાવાદ શહેરમાં દીપડો ઘૂસતાં દહેશત, રહેણાક વિસ્તારના CCTVમાં કેદ થયું હિંસક પ્રાણી

By GS Team
20 Jul 20261 min read
TukuTouch Logo
અમદાવાદના બોપલ-ઘુમાના શરણદીપ સોસાયટી VIP રોડ પર રવિવારે મોડી રાત્રે દીપડો જોવા મળતા ભયનો માહોલ છવાયો છે. 2 લોકોએ દીપડાને જોતા વનવિભાગને જાણ કરી હતી. CCTV ફૂટેજમાં દીપડાની હિલચાલ સ્પષ્ટ દેખાઈ હતી. વનવિભાગે દીપડાને પકડવા શોધખોળ શરૂ કરી છે અને પાંજરા ગોઠવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ શહેરમાં દીપડો ઘૂસતાં દહેશત, રહેણાક વિસ્તારના CCTVમાં કેદ થયું હિંસક પ્રાણી

Leopard Spotted In Ahmedabad: અમદાવાદના બોપલ-ઘુમા જેવા પોશ રહેણાંક વિસ્તારમાં અચાનક દીપડો ઘૂસી આવતા સ્થાનિક લોકોમાં ભારે દહેશત અને ભયનો માહોલ વ્યાપી ગયો છે. ઘુમા VIP રોડ પર આવેલી શરણદીપ સોસાયટીમાં દીપડાની એન્ટ્રીથી આ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

મોડી રાત્રે જોવા મળ્યો દીપડો

મળતી માહિતી મુજબ, રવિવાર (19મી જુલાઈ)ની મોડી રીત્રેએ રસ્તા પરથી પસાર થઈ રહેલા બે લોકોની નજર અચાનક એક દીપડા પર પડી હતી. સોસાયટી નજીક વન્યજીવને જોતા જ બંને લોકો ડઘાઈ ગયા હતા અને તેમણે તાત્કાલિક પોતાના પરિવારજનો તેમજ સોસાયટીના અન્ય રહીશોને આ અંગે સાવચેત કર્યા હતા.

રહીશોએ સાવચેતીના ભાગરૂપે સોસાયટીના સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસતા તેમાં દીપડાની હિલચાલ સ્પષ્ટપણે જોવા મળી હતી. રહેણાંક વિસ્તારની અંદર જ દીપડો ફરી રહ્યો હોવાનું સામે આવતા જ સોસાયટીના સભ્યોએ બિલકુલ વિલંબ કર્યા વગર વનવિભાગને આ બાબતની જાણ કરી હતી.

Leopard.jpg

વનવિભાગ દ્વારા શોધખોળ ઝુંબેશ

ઘટનાની જાણ થતાં જ વનવિભાગનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. વનવિભાગના અધિકારીઓ હાલ સીસીટીવી ફૂટેજ તેમજ દીપડાના પગના નિશાન આધારે તે કઈ દિશામાં ગયો છે તેનું વિશ્લેષણ કરી રહ્યા છે. દીપડો આગળ જઈને કોઈ અન્ય રહેણાંક વિસ્તારમાં પ્રવેશે નહીં કે કોઈ નાગરિક પર હુમલો ન કરે તે માટે આજુબાજુના તમામ વિસ્તારોમાં વનવિભાગ દ્વારા સઘન શોધખોળ ઝુંબેશ અને પાંજરું મૂકવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.