Ahmedabad

અમદાવાદ ચીફ ફાયર ઓફિસર લાંચ કેસઃ FSO પાસેથી QR મારફતે પૈસા લઈ CFOને કેશ અપાતા! વહીટદાર ભાવસિંહના લાખોના ડિજિટલ ટ્રાન્ઝેક્શન

By GS Team
16 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે અને વહીવટદાર ભાવસિંહ ઝાલા લાંચ કેસમાં જેલભેગા થયા છે. ACB તપાસમાં ભાવસિંહના ખાતામાંથી ₹23 લાખના શંકાસ્પદ વ્યવહારો મળ્યા છે. ભાવસિંહ QR કોડથી લાંચ લેતો અને અમિતને રોકડા આપતો. NOC રિન્યુઅલ માટે ₹6500 થી ₹25,000 સુધીનું કમિશન લેવાતું. આ ડિજિટલ પુરાવા કેસમાં મજબૂત કડી બનશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ ચીફ ફાયર ઓફિસર લાંચ કેસઃ FSO પાસેથી QR મારફતે પૈસા લઈ CFOને કેશ અપાતા! વહીટદાર ભાવસિંહના લાખોના ડિજિટલ ટ્રાન્ઝેક્શન

Ahmedabad CFO Amit Dongre Bribe Case: અમદાવાદ મહાનગર પાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે તથા તેના વહીવટદાર ભાવસિંહ ઝાલા લાંચ લેતા પકડાયા હતા. જે બાદ એન્ટિ કરપ્શન બ્યુરો(ACB)ની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને રિમાન્ડ પૂર્ણ થયા બાદ બંને આરોપીઓને જેલહવાલે કર્યા હતા. ACBની ટીમ દ્વારા તપાસ કરતા વહીવટદાર ભાવસિંહ ઝાલાના બેંક ખાતામાંથી શંકાસ્પદ વહીવટના રૂ.23 લાખનો વ્યવહાર મળી આવ્યો છે. ભાવસિંહ ખાનગી ફાયર સેફ્ટી ઓફિસર્સ પાસેથી લાંચ પેટે માત્ર ક્યુઆર કોડ પરથી જ પૈસા મેળવતો હતો. બીજી તરફ, ડિજિટલ પુરાવા ન સર્જાય તે માટે અમિત ડોગરે કોઈપણ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતો નહોતો અને ભાવસિંહ પાસેથી માત્ર રોકડમાં જ પૈસા સ્વીકારતો હતો.

અમદાવાદ ચીફ ફાયર ઓફિસર લાંચ કેસ

ફાયર સેફ્ટી કન્સલ્ટિંગ અને NOC રિન્યુઅલ સાથે સંકળાયેલા ફાયર સેફ્ટી ઓફિસર(FSO) પર દબાણ લાવી અમિતના નામે નાણાં વસૂલવામાં આવતા હતા. સમગ્ર કૌભાંડમાં ભાવસિંહ મધ્યસ્થી તરીકે કામ કરતો હતો. FSO સીધા ભાવસિંહના એકાઉન્ટમાં UPI અને QR કોડ મારફતે રકમ ટ્રાન્સફર કરતા હતા, જેથી પેમેન્ટ તાત્કાલિક કન્ફર્મ થઈ જાય.

FSO પાસેથી QR મારફતે પૈસા લઈ ચીફ ફાયર ઓફિસરને કેશ આપતા!

આ રકમ ખાતામાં જમા થયા બાદ ભાવસિંહ બેંક અને ATM માંથી રોકડ ઉપાડીને સીધી અમિતને પહોંચાડતો હતો. અગાઉ ACBની તપાસ દરમિયાનમ સમગ્ર રેકેટનું ભાવ પત્રક પણ સામે આવ્યુ હતું, જેમાં જનરલ NOC રિન્યુઅલ માટે રૂ.6500, એડવાન્સ NOC રિન્યુઅલમાં રૂ.10 હજાર અને સ્પેશિયાલિસ્ટ NOC રિન્યુઅલ માટે રૂ.25 હજાર સુધીનું અમિત વતી ભાવસિંહ ઝાલા કમિશન લેતો હતો. જો કમિશન આપવાની ના પાડવામાં આવે તો NOC રિન્યુઅલ કરવામાં આવતી ન હતી.

આ પણ વાંચો: ગાંધીનગર: ફાયર NOC રિન્યુઅલ માટે ₹20,000ની લાંચ લેતા ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર ACBની ટ્રેપમાં ઝડપાયા

કેશ સિન્ડિકેટ સામે ડિજિટલ પુરાવા બન્યા મજબૂત કડી બનશે

લાંચના નેટવર્કમાં અમિત કાગળ કે ડિજિટલ રેકોર્ડ પર ક્યાંય સામે ન આવે તે રીતે ભાવસિંહ મારફતે વહીવટ ચલાવતો હતો. ભાવસિંહે FSO પાસેથી નાણાં ઝડપથી મેળવવા ડિજિટલ QR કોડનો ઉપયોગ કર્યો હતો, પરંતુ આ જ ઓનલાઇન પેમેન્ટ્સ હવે ACB માટે પાકા કાનૂની પુરાવા સાબિત થયા છે. બેંકિંગ વ્યવહારો ડિજિટલ હોવાથી નાણાં કોણે મોકલ્યા, ક્યારે મોકલ્યા અને કેટલા સમયમાં રોકડ ઉપાડવામાં આવી તેનો સમય આધારિત નક્કર ટ્રેક ACBના હાથમાં આવી ગયો છે જેથી આ કેશમાં આ પુરાવા મજબૂત કડી બનશે.