Gandhinagar

ગાંધીનગર: ફાયર NOC રિન્યુઅલ માટે ₹20,000ની લાંચ લેતા ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર ACBની ટ્રેપમાં ઝડપાયા

By GS Team
16 Sep 20261 min read
TukuTouch Logo
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સબ ફાયર ઓફિસર રાજેશ પટેલ (ઉં.વ. 55) રૂ. 20,000ની લાંચ લેતા ACBના છટકામાં રંગેહાથ ઝડપાયા છે. ફાયર સેફ્ટી NOC રિન્યુ કરવા માટે ફરિયાદી પાસેથી તેમણે પૈસા માંગ્યા હતા. ACBએ સફળ ટ્રેપ ગોઠવી ફાયર ઓફિસરની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગાંધીનગર: ફાયર NOC રિન્યુઅલ માટે ₹20,000ની લાંચ લેતા ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર ACBની ટ્રેપમાં ઝડપાયા

Gandhinagar GMC Fire Officer Bribe ACB Trap: ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન(GMC)ના ફાયર એન્ડ ઈમજન્સી સર્વીસના સબ ફાયર ઓફિસર તથા ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર 20,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા છે. ફાયર સેફ્ટી રિન્યુઅલની NOC આપવા માટે ફરિયાદી પાસેથી પૈસાની માંગણી કરી હતી.

ફાયર NOC રિન્યુઅલ માટે ₹20,000ની લાંચ લેતા ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર ACBની ટ્રેપમાં ઝડપાયા

સમગ્ર મામલે ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યુરો(ACB)માં જાણ કરી હતી. આ પછી ACB દ્વારા ફાયર ઓફિસરને ઝડપી પાડવા માટે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ, ACBની સફળે ટ્રેપમાં GMCના ફાયર વિભાગના સબ ફાયર ઓફિસર રાજેશ પટેલ(ઉં.વ.55) લાંચ સ્વીકારતા ઝડપાયા છે.

ACB એ ફાયર ઓફિસરની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.