Ahmedabad

અમદાવાદના નવા CP તરીકે અનુપમસિંહ ગેહલોતે સંભાળ્યો ચાર્જ: રથયાત્રા, કાયદો-વ્યવસ્થા અને ટ્રાફિક રહેશે મુખ્ય પડકાર

By GS Team
4 Jul 20262 mins read
TukuTouch Logo
સુરતના CP અનુપમસિંહ ગેહલોતે આજે અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યો. ડીજીપી જી.એસ. મલિકે તેમને વિધિવત ચાર્જ સોંપ્યો. 1997 બેચના IPS અધિકારી ગેહલોતે કહ્યું કે, પોલીસ સામાન્ય નાગરિકો માટે કામ કરશે અને હેરાન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે. તેમની પ્રાથમિકતા રથયાત્રા અને ટ્રાફિક વ્યવસ્થા સુધારવાની રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના નવા CP તરીકે અનુપમસિંહ ગેહલોતે સંભાળ્યો ચાર્જ: રથયાત્રા, કાયદો-વ્યવસ્થા અને ટ્રાફિક રહેશે મુખ્ય પડકાર

Ahmedabad New Police Commissioner: સુરત CP તરીકે ફરજ બજાવતા IPS અનુપમસિંહ ગેહલોતની બદલી થતાં તેમણે આજે અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. રાજ્યના ડીજીપી અને અમદાવાદના ઇન્ચાર્જ પોલીસ કમિશનર જી.એસ મલિકે તેમણે વિધિવત રીતે ચાર્જ સોંપ્યો છે. કચેરી ખાતે તેમણે ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું.

Anupam Singh Gahlaut 2.jpeg

અમદાવાદના પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળતા જ અનુપમસિંહ ગેહલોતે કહ્યું કે-

અમદાવાદ શહેરની એક જૂની અને આગવી ઓળખ છે, પાટનગરથી સૌથી નજીક અને રાજ્યનું સૌથી મોટું શહેર છે. પોલીસ સામાન્ય નાગરિકો માટે કામ કરશે.જે પણ વ્યક્તિ નાગરિકોને હેરાન કરશે અને તેની નોંધ પોલીસ ચોપડે ના થઈ હોય છતાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ પોલીસનું પણ નાગરિકો માટેનું વાણી વર્તન યોગ્ય ન હોય તો તેની સામે પણ પગલાં લેવામાં આવશે.

Anupam Singh Gahlaut 4.jpeg

વધુમાં તેમણે કહ્યું કે-'અમદાવાદમાં પોલીસ માટે ઘણા પડકારો છે.અમદાવાદમાં કાયદો વ્યવસ્થા ખૂબ જ સારી રીતે જળવાઈ રહી છે. વર્ષોથી અમદાવાદ પોલીસે કરેલા કામને આગળ વધારવાના છે. હાલ ચાર્જ લીધા બાદ સૌથી મહત્વનું કામ રથયાત્રાનું છે જે અમદાવાદમાં સૌથી મોટો તહેવાર છે.જે બાદ અમદાવાદ માટેના પડકારોમાં એક વિકસતા અમદાવાદમાં ટ્રાફિક મોટો પડકાર છે. આ ઉપરાંત આગામી સમયમાં કોમનવેલ્થ અને અન્ય ગેમ્સ અમદાવાદમાં રમાવાની છે જેમાં ટ્રાફિકને લઈને કામ કરવામાં આવશે કાયદો વ્યવસ્થા જળવાઈ તે મહત્વની વાત છે.'

  • કોણ છે IPS અનુપમસિંહ ગેહલોત?
  • 1997 બેચના IPS અધિકારી, ઉત્તર પ્રદેશના વતની
  • બી.ઈ. (B.E.) તેમજ એમ.ટેક. (M.Tech.) સુધીનો ઉચ્ચ અભ્યાસ
  • સૌપ્રથમ ભાવનગર અને ત્યારબાદ પાટણ જિલ્લામાં પોલીસ અધિક્ષક (SP) તરીકે ફરજ
  • પ્રમોશન બાદ રાજકોટ અને વડોદરાના પોલીસ કમિશનર
  • વડોદરા બાદ તેમની બદલી સ્ટેટ ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)માં કરવામાં આવી હતી
  • અમદાવાદ કમિશનર તરીકે નિમણૂક પહેલા તેઓ સુરતના પોલીસ કમિશનર તરીકે કાર્યરત હતા