Ahmedabad

મચ્છરજન્ય રોગો સામે AMCની કાર્યવાહી: 108 એકમોને નોટિસ ફટકારાઈ, રૂ.2.53 લાખ વહીવટી ચાર્જ વસૂલ કરાયો

By GS Team
21 Aug 20263 mins read
TukuTouch Logo
વિશ્વ મચ્છર દિવસ નિમિત્તે AMCના આરોગ્ય વિભાગે અમદાવાદમાં મચ્છર નિયંત્રણ માટે સઘન ઝુંબેશ ચલાવી. 612 એકમોની તપાસમાં 108ને નોટિસ ફટકારી, રૂ. 2,53,800નો દંડ વસૂલ્યો. લાંભાની આશીર્વાદ લેવાઈસ અને સરખેજની રેન બસેરા સાઇટને સીલ કરાઈ. 314 વિસ્તારોમાં 7,213 લોકોમાં જાગૃતિ લાવવામાં આવી. નાગરિકોને પાણીનો ભરાવો ટાળી 'ડ્રાય ડે' મનાવવા અપીલ કરાઈ.

Summarized by AI; it may make mistakes. Check important info

મચ્છરજન્ય રોગો સામે AMCની કાર્યવાહી: 108 એકમોને નોટિસ ફટકારાઈ, રૂ.2.53 લાખ વહીવટી ચાર્જ વસૂલ કરાયો

AMC Mosquito Control Drive Ahmedabad: વિશ્વ મચ્છર દિવસ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ના આરોગ્ય વિભાગની વેક્ટરબોર્ન ડિસીઝ કંટ્રોલ શાખા દ્વારા શહેરમાં મચ્છરજન્ય રોગોના ફેલાવાને અટકાવવા સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. મચ્છરના પોરા મળી આવતા અને નિયમોનું પાલન ન કરતા કોમર્શિયલ એકમો, કન્સ્ટ્રક્શન સાઇટ્સ સહિતના 612 એકમોની તપાસ કરવામાં આવી હતી. જેમાં 108 એકમોને નોટિસ ફટકારવામાં આવી હતી, જ્યારે વિવિધ એકમો પાસેથી કુલ રૂ.2,53,800નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. લાંભાની આશીર્વાદ લેવાઈસ અને સરખેજની રેન બસેરા બાંધકામ સાઇટને સીલ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી.

AMCએ 108 એકમોને નોટિસ ફટકારી રૂ.2.53 લાખ વહીવટી ચાર્જ વસૂલ કરાયો

AMCની ટીમો દ્વારા શહેરના વિવિધ ઝોનમાં આવેલી કન્સ્ટ્રક્શન સાઇટ, કોમર્શિયલ એકમો અને અન્ય સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. મચ્છરના પોરા ઉત્પન્ન થાય તેવી સ્થિતિ જણાય તેવા એકમો સામે નોટિસ અને વહીવટી ચાર્જની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં સરદારનગરની શુભમ ગ્રીન બાંધકામ સાઇટ પાસેથી રૂ.27,000, થલતેજના એમ.બી. પલ્મ પાસેથી રૂ.25,000 અને લાંભાની શ્રીજી સિન્થેટિક પાસેથી રૂ.25,000નો વહીવટી ચાર્જ વસૂલાયો હતો.

આ ઉપરાંત, નરોડાની વ્યાપ્તિ વંદે માતરમ ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ કન્સ્ટ્રક્શન સાઇટ અને બહેરામપુરાની શંભુ ટેક્સ ટાઇલ પાસેથી રૂ.20,000-20,000 વસૂલ કરવામાં આવ્યા હતા. રામોલની સોકાજી ઇન્ડસ્ટ્રીઝ, નરોડાનું ઓમ્નિયમ લોટસ અને સરદારનગરના શિવાનંદ રેવા પાસેથી રૂ.15,000-15,000નો ચાર્જ લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ભાવનગર નકલી દારૂકાંડ મામલે જિગ્નેશ મેવાણીના આકરા પ્રહાર: કહ્યું, 'મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી રાજીનામું આપે'

નરોડાની રાધે રિપોઝ-3, શોપન હોમ્સ અને EWS ક્વાર્ટર્સ LIG-14 પાસેથી રૂ.10,000-10,000નો વહીવટી ચાર્જ વસૂલાયો હતો. જ્યારે રામોલના હુડકેમ ગ્લોબલ, ઓઢવના આસ્થા કોમ્પ્લેક્સ, વસ્ત્રાલની સત્વમ આરંભ સાઇટ, વસ્ત્રાલ ગામના ઓપન પાર્ટી પ્લોટ, સરસપુરની ગુજ શાળા-13, મણિનગરના રાજવી કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને લાંભાના સંધવી પ્રોડક્ટ સહિતના એકમો સામે રૂ.5,000નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો.

314 વિસ્તારોમાં 7,213 લોકો સુધી જનજાગૃતિ

ચેકિંગની સાથે AMC દ્વારા મચ્છરજન્ય રોગો સામે જનજાગૃતિની કામગીરી પણ કરવામાં આવી હતી. શહેરના 314 રહેણાંક વિસ્તારોમાં 7,213 લોકો સાથે IEC એક્ટિવિટી હાથ ધરાઈ હતી. નાગરિકોને મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ઝીકા અને હાથીપગા જેવા મચ્છરજન્ય રોગોથી બચવાના ઉપાયો અંગે માહિતી આપવામાં આવી હતી.

આ ઉપરાંત, મેલેરિયા વિભાગ દ્વારા જાહેર સ્થળોએ 112 પોરા નિદર્શન કેમ્પ યોજાયા હતા અને આરોગ્યલક્ષી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. AMCના તમામ 48 વોર્ડમાં મ્યુનિસિપલ કાઉન્સિલરોની આગેવાની હેઠળ પણ મચ્છરથી બચવા અંગે જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા.

આ પણ વાંચો: અમદાવાદ: બીજા પતિએ દત્તક લીધેલા પુત્રના રેકોર્ડમાં બાયોલોજિકલ પિતાનું નામ ઉમેરવાની માતાની અરજી ફગાવાઈ, સેશન્સ કોર્ટનો ચુકાદો

AMCના આરોગ્ય વિભાગે નાગરિકોને ઘરની અંદર કે આસપાસ પાણી ભરાઈ ન રહે તેની ખાસ તકેદારી રાખવા અપીલ કરી છે. કુલર, જૂના ટાયર, ફ્લાવર પોટ, પક્ષીઓના કુંડા તથા ખુલ્લા પાત્રોમાં પાણી ભરાઈ ન રહે તે માટે નિયમિત સફાઈ કરવા અને અઠવાડિયામાં એક દિવસ ‘ડ્રાય ડે’ મનાવવાની અપીલ કરવામાં આવી છે. કોઈ વ્યક્તિને તાવ આવે તો તાત્કાલિક નિદાન કરાવી સંપૂર્ણ સારવાર લેવા પણ જણાવાયું છે.