Ahmedabad

અમદાવાદ: કરિયાણા વેપારી પર હુમલાનો માસ્ટરમાઇન્ડ ઝડપાયો, 4 લાખના વિવાદમાં આપી હતી 30 હજારની સોપારી

By GS Team
28 Jul 20261 min read
TukuTouch Logo
અમદાવાદ ગ્રામ્યના વિવેકાનંદનગરમાં કરિયાણાના વેપારી નંદુકુમાર મુદ્દેયાર પર છરી હુમલા કેસમાં પોલીસે મુખ્ય સૂત્રધાર રાજેશકુમાર મહીડાની ધરપકડ કરી છે. આર્થિક લેવડદેવડના વિવાદમાં રાજેશે રૂપિયા 4 લાખની ઉઘરાણી ટાળવા 30 હજારની સોપારી આપી હુમલો કરાવ્યો હતો. પોલીસે અગાઉ હુમલો કરનારને પકડ્યા બાદ, હવે તમામ 4 આરોપીઓ સકંજામાં છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: કરિયાણા વેપારી પર હુમલાનો માસ્ટરમાઇન્ડ ઝડપાયો, 4 લાખના વિવાદમાં આપી હતી 30 હજારની સોપારી

Ahmedabad Crime News: અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના વિવેકાનંદનગરમાં કરિયાણાના વેપારી નંદુકુમાર મુદ્દેયાર પર થયેલા જીવલેણ છરી હુમલાના કેસમાં પોલીસને સફળતા મળી છે. પોલીસે અગાઉ હુમલો કરનાર શખ્સોને ઝડપી પાડ્યા બાદ, હવે આ સમગ્ર ષડયંત્રના મુખ્ય કાવતરાખોર રાજેશકુમાર સાંકળભાઈ મહીડાની પણ ધરપકડ કરી લીધી છે. આ ધરપકડ સાથે જ આ સનસનીખેજ કેસમાં સંડોવાયેલા ચારેય આરોપીઓ પોલીસના સકંજામાં આવી ગયા છે.

આર્થિક લેવડદેવડનો વિવાદ હુમલાનું કારણ!

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ હુમલા પાછળ આર્થિક લેવડદેવડનો વિવાદ જવાબદાર હતો. મુખ્ય સૂત્રધાર રાજેશકુમારે વેપારી નંદુકુમાર પાસે પોતાનું મકાન ગીરવે મૂકીને રૂપિયા 4 લાખ ઉછીના લીધા હતા. આ રકમની ઉઘરાણીને લઈને બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. આ માથાકૂટનો કાયમી અંત લાવવા માટે રાજેશે નંદુકુમાર પર જીવલેણ હુમલો કરાવવાનું ષડયંત્ર રચ્યું હતું.

WhatsApp Image 2026-07-28 at 6.02.48 PM.jpeg

પોતાના ઇરાદાને અંજામ આપવા માટે રાજેશે સાગરીતોને રૂપિયા 30 હજારની સોપારી આપીને આ ગુનાને અંજામ અપાવ્યો હતો. જો કે, ભોગ બનનારના ડાઇંગ ડિકલેરેશન (મૃત્યુ પહેલાં આપેલું નિવેદન) અને અન્ય પુરાવાઓના આધારે પોલીસે આખી સોપારી ગેંગનો પર્દાફાશ કર્યો છે. હાલ પોલીસ આ કેસની વધુ ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.