અમદાવાદ: વૈભવ ભટ્ટ GTUના કાર્યકારી કુલપતિ તરીકે નિયુક્ત, કાયમી નિમણૂક સુધી સંભાળશે ચાર્જ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Technological University News: ગુજરાત ટૅક્નોલૉજીકલ યુનિવર્સિટી(GTU)ના નવા કાર્યકારી કુલપતિ તરીકે સ્કૂલ ઑફ એપ્લાઇડ સાયન્સના ડિરેક્ટર ડૉ. વૈભવ ભટ્ટની નિમણૂક કરવામાં આવી છે. યુનિવર્સિટીમાં નવા કાયમી કુલપતિની નિમણૂક પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓ આ કાર્યકારી કુલપતિ તરીકેની જવાબદારી સંભાળશે.
ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટીના વહીવટી અને શૈક્ષણિક કાર્યકાળને સુચારુ રૂપે ચલાવવા માટે આ નિમણૂક કરવામાં આવી છે. ડૉ. વૈભવ ભટ્ટ અગાઉથી જ GTUની સ્કૂલ ઑફ એપ્લાઇડ સાયન્સમાં ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે અને તેમની પાસે વહીવટી ક્ષેત્રનો બહોળો અનુભવ છે. હવે તેઓ કાયમી કુલપતિની પસંદગી ન થાય ત્યાં સુધી યુનિવર્સિટીના વડા તરીકેનું સુકાન સંભાળશે.









