Ahmedabad

અમદાવાદ પોલીસનું ઓપરેશન ક્લીન સ્વીપ: 350 જવાનોની ટીમે 24 કલાકમાં 5 રાજ્યોમાંથી 190 વોન્ટેડ ઝડપ્યા

By GS Team
7 Jul 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં પોલીસે 'ઓપરેશન ક્લીન સ્વીપ' હેઠળ 24 કલાકમાં 190 ફરાર આરોપીઓને ઝડપ્યા છે. ઝોન-7ના આઠ પોલીસ સ્ટેશન હેઠળના આ આરોપીઓ હત્યાના પ્રયાસ, અપહરણ, છેતરપિંડી સહિતના ગુનાઓમાં સંડોવાયેલા હતા. 22 વર્ષથી ફરાર આરોપીઓ પણ પકડાયા છે. રથયાત્રા પૂર્વે ક્રાઈમ બ્રાન્ચે 200થી વધુ ગુનેગારોની પૂછપરછ કરી 9 હથિયારો સાથે 5 આરોપીને ઝડપ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ પોલીસનું ઓપરેશન ક્લીન સ્વીપ: 350 જવાનોની ટીમે 24 કલાકમાં 5 રાજ્યોમાંથી 190 વોન્ટેડ ઝડપ્યા

Ahmedabad News : અમદાવાદમાં પોલીસ સ્ટેશનોમાં નવા ગુના નોંધવામાં આવે છે, પરંતુ, ઘણીવાર જૂના ગુનાઓમાં ન ઝડપાયેલા આરોપીઓને પકડી શકાતા નથી. ત્યારે પોલીસ દ્વારા ઓપરેશન ક્લીન સ્વીપ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં અગાઉના ગુનાઓમાં ન ઝડપાયેલા આરોપીઓને પકડવામાં આવે છે. જેમાં શહેરના ડીસીપી ઝોન-7ના તાબામાં આવતા આઠ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિવિધ ગુનાઓમાં ફરાર 190 જેટલા આરોપીઓને ૨૪ કલાકની ડ્રાઇવમાં ઝડપી લેવામાં આવ્યા હતા.

રથયાત્રા અનુસંધાને પોલીસની કાર્યવાહી

એક વર્ષથી માંડીને 20 વર્ષથી પોલીસને ચકમો આપી ભાગી રહેલા આરોપીઓને ઝોન-7 સ્ક્વોડે પકડી પાડ્યા છે. જૂના ગુનાઓમાં ફરાર આરોપીઓ, તડીપાર થયેલા કે પેરોલ જમ્પ કરેલા આરોપીઓની સંખ્યા સમગ્ર શહેરમાં ખુબ મોટી છે. ત્યારે અમદાવાદ પોલીસે ઓપરેશન ક્લીન સ્વીપ શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ડીસીપી ઝોન-7ના તાબામાં આવતા આઠ પોલીસ સ્ટેશનમાં ન ઝડપાયેલા આરોપીઓની યાદી તૈયાર કરીને ઓપરેશન ક્લીન સ્વીપ એલસીબી અને પોલીસ સ્ટેશનના 350 જેટલા પોલીસ કર્મચારીઓની ટીમ બનાવીને કામગીરી કરવામાં આવી હતી. જેમાં 24 કલાકમાં કુલ 190 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

22 વર્ષથી ફરાર આરોપીઓને પોલીસે ઝડપી લીધા

છેતરપિંડી, હત્યાના પ્રયાસ, અપહરણ, નકલી ચલણી નોટ અને મંદિર ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ ઝડપાયા હતા. જેમાં 22 આરોપીઓ એક વર્ષથી વધુના સમયથી ફરાર હતા અને બે આરોપી 20 વર્ષથી ફરાર હતા. આ માટે ગુજરાતના વિવિધ શહેરો ઉપરાંત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડમાં પોલીસની ટીમને મોકલવામાં આવી હતી. એક આરોપી પાસેથી પોલીસને નકલી ચલણી નોટો મળી હતી. જેનો ઉપયોગ તે પેટ્રોલ પંપ પર કરતો હતો. બીજી તરફ રથયાત્રા અનુસંધાનમાં ક્રાઇમબ્રાંચે અગાઉ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા 200થી વધુ આરોપીઓની સઘન પૂછપરછ કરી હતી અને નવ ગેરકાયદે હથિયાર સાથે પાંચ આરોપીઓની ધરપકડ પણ કરી હતી.