અમદાવાદ: મટોડામાં પોલીસે બે ગોડાઉનમાંથી 39 કરોડના ગેરકાયદે ફટાકડાનો જથ્થો જપ્ત કર્યો, બે શખસોની ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં પોલીસે મટોડામાંથી 39.57 કરોડ રૂપિયાની કિંમતનો ગેરકાયદે ફટાકડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. બે ગોડાઉનમાં સ્ટોર કરવામાં આવેલો આ વિસ્ફોટક જથ્થો આસપાસના વિસ્તાર અને માનવજીવન માટે મોટું જોખમ ઊભું કરી રહ્યો હતો. પોલીસે બે અલગ-અલગ ગોડાઉનમાંથી કુલ 65,954 ફટાકડાના કાર્ટન જપ્ત કરી લીધા છે અને બે આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
શેડ પાછળ પડદો બાંધી જથ્થો છુપાવ્યો હતો
મળતી માહિતી અનુસાર, ચાંગોદર પોલીસની ટીમ મટોડામાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન બાતમી મળી હતી. જે બાદ મોડાસર ગામ ચાર રસ્તાથી અમાથાપુરા જવાના માર્ગ પર આવેલા અંબિકા ટ્રેડ લિંક નામના સ્થળે તપાસ હાથ ધરી હતી. અહીં બે મોટા ગોડાઉનમાં તપાસ કરતા નાના-મોટા કાર્ટનમાં વિવિધ પ્રકારના ફટાકડાનો વિપુલ જથ્થો મળી આવ્યો હતો. ગોડાઉનની બહાર પતરાવાળા શેડ અને લોબીમાં પણ ફટાકડાના બોક્સ રખાયા હતા અને લોકોની નજરથી બચાવવા માટે શેડની આગળ પડદો બાંધી દેવાયો હતો.
ફાયર સ્પ્રિન્કલરનો અભાવ, સુરક્ષાના નામે માત્ર પ્રાથમિક સાધનો
આટલા મોટા પ્રમાણમાં વિસ્ફોટક સામગ્રીનો સંગ્રહ હોવા છતાં, ત્યાં સુરક્ષાના નામે માત્ર દરવાજા પાસે ફાયર-સેફ્ટીની અમુક બોટલો, રેતી ભરેલી ડોલો અને પાણીની પાઇપ જ જોવા મળી હતી. ગોડાઉનના ફટાકડાના જથ્થાની સરખામણીમાં આ અગ્નિસુરક્ષા વ્યવસ્થા અપૂરતી હતી અને ફાયર સ્પ્રિન્કલર જેવી કોઈ સુવિધા ન હતી. આગ કે વિસ્ફોટના કિસ્સામાં આસપાસની મિલકત અને લોકો માટે ગંભીર જોખમ હતું. આ મામલે પોલીસે અમિતકુમાર મોદી અને કિશન પટેલની ધરપકડ કરી છે. હાલમાં પોલીસ ફર્મની કાયદેસરતા, લાયસન્સની સ્થિતિ, મંજૂર ક્ષમતા અને અન્ય જવાબદાર વ્યક્તિઓની સંડોવણી અંગે વધુ તપાસ કરી રહી છે. બીજી તરફ જે જગ્યાએ ફટાકડાનો સ્ટોક કરોડોની કિંમતમાં રાખેલો હતો, તેને હાયર વિભાગ દ્વારા પોલીસ અને મામલતદારની હાજરીમાં સીલ કરાયો.
પોલીસે જણાવ્યાનુસાર, કરોડો રૂપિયાના ફટાકડાનો જથ્થો ગોડાઉનમાં સ્ટોર કરનારા અમિતકુમાર મોદી અમદાવાદમાં શિવરંજની સ્થિત અંબિકા ફટાકડાની સાથે બાવળા અને વડોદરા થઈને કુલ ત્રણ જેટલા સ્ટોરના માલિક છે. પોલીસે આ ગોડાઉન અને સ્ટોરને સીલ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી રહી.
રામોલમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં 10ના મોત
અમદાવાદના રામોલમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં 18 જુલાઈના રોજ થયેલા બ્લાસ્ટમાં કુલ 10 લોકોના કરુણ મોત થયા છે. ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં પોલીસે 20મી જુલાઈએ આરોપીને ઘી કાંટા કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે મુખ્ય આરોપી મેહુલ ડોડિયા અને સાદિક સૈયદના 27મી જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.









