Ahmedabad

અમદાવાદ: સાણંદ પાસે લક્ઝુરિયસ કારમાંથી લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો, બુટલેગર પોલીસને હાથતાળી આપી ફરાર

By GS Team
21 Jul 20261 min read
TukuTouch Logo
સાણંદ પોલીસે કડી-સાણંદ રોડ પરથી બાતમીના આધારે લાખોનો વિદેશી દારૂ ઝડપ્યો છે. પોલીસે વોચ ગોઠવી લક્ઝુરિયસ કારમાંથી 1542 બોટલ વિદેશી દારૂ સાથે કુલ 14,78,640 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. જોકે, દારૂની હેરફેર કરનારા આરોપીઓ પોલીસને હાથતાળી આપી ફરાર થતા પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: સાણંદ પાસે લક્ઝુરિયસ કારમાંથી લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો, બુટલેગર પોલીસને હાથતાળી આપી ફરાર

Liquor Smuggling Sanand: સાણંદ પોલીસે બાતમીના આધારે કડી-સાણંદ રોડ પરથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે વોચ ગોઠવીને લક્ઝુરિયસ કારમાંથી 1542 નંગ ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો સાથે કુલ 14,78,640 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે, આ સમગ્ર ઘટનામાં દારૂની હેરફેર કરનાર આરોપીઓ પોલીસને હાથતાળી આપીને ભાગી ગયા હોવાથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યા છે.

પોલીસે બાતમીને આધારે ગાડીમાંથી 1542 દારૂની બોટલ ઝડપી છે. પરંતુ દારૂની હેરફેર કરનારા સ્થળ પરથી ફરાર થઈ જતા નવાઈ લાગી રહી છે. જોકે પોલીસે માત્ર દારૂની બોટલ પકડીને સંતોષ માની લીધો હોય તેવું લાગી રહ્યું છે. આ ઉપરાંત આ રીતે દારૂની હેરફેર કરનાર, મંગાવનાર અને સપ્લાય કરનાર ક્યારે ઝડપાય છે તે જોવું રહ્યું.

પોલીસને બાતમી મળી હતી કે એક કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને કડી-સાણંદ રોડ પરથી સાણંદ તરફ આવવાનો છે. પોલીસે ભાવનપુરા ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગ હાથ ધર્યું હતું. જ્યારે બાતમીવાળી કાર ત્યાં પહોંચી, ત્યારે પોલીસે રસ્તા પર અન્ય વાહનોની આડા ઊભી કરી તેને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ડ્રાઈવરે ગાડી રોકવાના બદલે ભગાવી દીધી હતી, જે બાદ પોલીસે પીછો કરીને આ કારને ઝડપી પાડી હતી અને અંદર તપાસ કરતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો.