પેન ડ્રાઈવની કમાલની ટેકનોલોજી

By GS Team
6 Sep 20191 min read
This article was originally published on 6 Sep 2019
પેન ડ્રાઈવની કમાલની ટેકનોલોજી

આજના ડિજિટલ વર્લ્ડમાં ડેટાના સંગ્રહ અને હેરફેર માટે પેન ડ્રાઈવ જાણીતું સાધન છે. અંગૂઠાના નખ જેવડી પેનડ્રાઈવ ક્ષણવારમાં જ ડેટાની હેરફેર કરે છે. પિત્તળની  બે પટ્ટીઓ સમાંતર જોડેલી હોય તેવું દેખાવમાં સાદું સાધન આટલું મોટું કામ કઈ રીતે કરે છે તે જાણવા જેવું છે.

પેનડ્રાઈવમાં થતી પ્રક્રિયા સંપૂર્ણપણે ઇલેક્ટ્રોનિક છે. એક પણ પાર્ટ હલનચલન કર્યા વગર માત્ર વીજપ્રવાહથી જ કામ કરે છે. આને ફલેશ મેમરી કહે છે. પેનડ્રાઈવમાં દેખાતી પિત્તળની બે પટ્ટીઓમાં બબ્બે ટ્રાન્ઝિસ્ટરના કોલમ હોય છે. ટ્રાન્ઝિસ્ટરની ઉપલી કોલમ ફલોરિંગ ગેટ અને નીચલી કોલમ કંટ્રોલ ગેટ છે. પેનડ્રાઈવ કમ્યૂટરમાં જોડાય ત્યારે તેમાં ૧૦ વોલ્ટનો વીજપ્રવાહ વહે છે. આ સમયે ફલોરિંગ ગેટના ટ્રાન્ઝિસ્ટર ઇલેકટ્રોન ગનનું કામ કરે છે. ડેટાના પ્રમાણમાં તેમાં વીજપ્રવાહની વધઘટ થાય છે અને તે હોલ સેન્સરમાં નોંધાય છે. 

આ વીજપ્રવાહની વધઘટની નોંધ એ જ ડેટાનો સંગ્રહ. પેનડ્રાઈવમાં ડિસ્ક કે રીડર હોતા નથી. બધા જ કામ ટ્રાન્ઝિસ્ટર કરે છે. આ ટ્રાન્ઝિસ્ટર નજરે ન દેખાય તેવા સૂક્ષ્મ હોય છે. કન્ટ્રોલ ગેટ માહિતી પર અંકુશ રાખી નિયમન કરે છે. સામાન્ય રીતે પેનડ્રાઈવમાં બેથી માંડીને સોળ જીબીનો ડેટા સંગ્રહ થઈ શકે છે. ઇલેકટ્રોનિક યુગમાં આ હેન્ડી સાધન ખૂબ જ ઉપયોગી સાબિત થયું છે.