Magazines

ટ્રેક્ટરનાં પાછલા વ્હિલ મોટાં કેમ ?

By GS Team
13 Jun 20201 min read
This article was originally published on 13 Jun 2020
ટ્રેક્ટરનાં પાછલા વ્હિલ મોટાં કેમ ?

વાહનોમાં વ્હિલની ભૂમિકા મહત્ત્વની છે. મોટા વ્યાસવાળા વ્હિલ એક આંટામાં વધુ અંતર કાપે અને નાના વ્હિલ ઓછું અંતર કાપે. બંનેના ફરવામાં પણ વધતી ઓછી શક્તિનો ઉપયોગ થાય. વાહનોમાં આગળના વ્હિલ માત્ર દિશા બદલવામાં ઉપયોગી છે. એન્જિનની ધરી પાછલા વ્હિલ સાથે જોડાયેલી હોય છે. એટલે વાહન પાછલા વ્હિલ વડે જ આગળ ધકેલાય છે.

ટ્રેકટર ખેતીમાં વપરાતું સાધન છે. ખેતરાઉ જમીન પર ઝડપ નહીં પણ સમતોલનની વધુ જરૂર છે. પાછલા વ્હિલને વધુ બળ મળી રહે તે માટે તેના વ્હિલ મોટા બનાવાય છે. વાહનના વ્હિલ જમીન સાથે જે બિંદુ પર જોડાયેલા હોય ત્યાં જમીનને ધક્કો મારીને આગળ વધે છે.

મોટા વ્યાસના જાડા વ્હિલને ઓછી શક્તિ વડે આગળ ધકેલી શકાય છે. અને એક આંટામાં અંતર પણ વધુ કાપે છે. ખેતરની નરમ જમીન પર બરાબર પક્કડ જમાવવા તેના વ્હિલની સપાટી પહોળી અને ઊંડી ખાંચવાળી પેટર્નની હોય છે. મોટા વ્હિલનો બીજો ફાયદો એ છે કે ડ્રાઇવરની સીટ પણ વધુ ઊંચાઈએ હોય એટલે દૂર સુધી નજર રાખી શકે છે.