Zagmag

રેલવેના પાટાની આસપાસ પાથરેલા કાંકરાઃ બેલાસ્ટ

By GS Team
28 Aug 20261 min read
રેલવેના પાટાની આસપાસ  પાથરેલા કાંકરાઃ બેલાસ્ટ

રેલવેના પાટાની આસપાસ પથ્થરના ટૂકડા પાથરેલા હોય છે. પાટા પરથી ગાડી પસાર થાય ત્યારે તેનીં ધણધણાટીથી પાટા ધ્રુજે છે. આ ધ્રુજારી અટકાવવા માટે તેની આજુબાજુ કાંકરા પાથરવામાં આવે છે. પાટાની નીચે લાકડાના સ્લીપર વચ્ચે પણ કાંકરા રાખવા પડે છે. આ વાત જાણીતી છે. આ પથ્થરોને બેલાસ્ટ કહે છે. બેલાસ્ટ ૧.૫ ઇંચથી બે ઇંચ જાડા હોય છે. આ માપ જાળવી રખાય છે. એટલે જતો લગભગ સરખા કદના જોવા મળે છે. ગાડી પસાર થાય ત્યારે તમે જોજો કે આ કાંકરા ધ્રુજતા હોય છે. એટલે કે પાટાની ધ્રુજારી તેમણે શોષી લીધી હોય છે. પાટાની આજુબાજુ તો ઠીક પણ પાટાની નીચે બેલાસ્ટનો ૮ ઇંચ જાડો થર હોય છે અને તેની નીચે બીજો ૬ ઇંચનો નાના કાંકરાનો થર હોય છે અને ત્યારબાદ જમીનની માટી હોય છે. એટલે બેલાસ્ટ એ માત્ર પથરા નથી પણ રેલવેના એન્જીનિયરીંગની મહત્વની ચીજ છે. પથરાના આ ટુકડાને પહેલા ૨ ઇંચના છિદ્રવાળા ચારણાથી ચાળીને ફરી દોઢ ઇંચના છિદ્રવાળા ચારણાથી ચાળીને મેળવવામાં આવે છે.