Zagmag

જરૂર દટાઈ જાવ

By GS Team
28 Aug 20261 min read
જરૂર દટાઈ જાવ

ગોપબંધુ દાસ.
ઓરિસ્સાના એક જાણીતા કાર્યકર.
તેની ધીરજ અને હિંમતની કોઈ વાત નહિ.
પણ તેઓય કંટાળી ગયા.
ઓરિસ્સાના કાર્યકરોમાં કોઈક ઝઘડો પેઠો. વિવાદ આગળ વધ્યો. ગોપબંધુ નારાજ થઈ ગયા.
તેમણે જઈને બાપુને કહ્યું - 'મારો ઇરાદો તો અહીંથી ચાલ્યા જવાનો છે. એમ થાય છે કે કોઈક એકાંત જગાએ જઈને હું મારી જાતને દાટી દઉં.'
હસીને બાપુ કહે - 'જરૂર દાટી દેજો તમારી જાતને. પણ જીવતા દટાજો, મરેલા નહિ. મરેલા દટાવું સહેલું છે. જીવતા દટાવું અઘરું છે. અને જેઓ દિવસ રાતના કામમાં પોતાની જાતને જીવતા દાટી દે છે તેમને પછી કોઈ ચિંતા રહેતી નથી.
હસીને ઉમેર્યું - 'દટાયેલાને વળી ચિંતા કેવી?'
વાત સાંભળી ગોપબંધુ સીધા થઈ ગયા.
તેમની નારાજી દુર થઈ ગઈ. તેઓ જઈને પાછા પોતાના કામે લાગ્યા.