Zagmag
ફન ટાઈમ
By GS Team
7 Aug 20261 min read

પપ્પુ સ્કૂલમાં ગધેડો લઈને આવ્યો. ક્લાસ ટીચરે પૂછ્યું,
'અલ્યા, આ શું? ગધેડાને કેમ સ્કૂલે ખેંચી લાવ્યો?
પપ્પુ કહે, 'સર, તમે જ કહેતા હો છો ને મેં તો કેટલાય ગધેડાને માણસ બનાવ્યા છે.
એટલે મને થયું કે લાવ,
આ ગધેડાને પણ તમારી પાસે લાવીને એનું જરા કલ્યાણ કરું.'
ડેન્ટિસ્ટ : તમારા દાંત સડી ગયા છે. કઢાવવા પડશે.
દર્દી : કેટલો ખર્ચ આવશે?
ડેન્ટિસ્ટ : પાંચ હજાર રુપિયા.
દર્દી : એમ કરો, આ બસ્સો રુપિયા રાખો, દાંતને ખાલી ઢીલાકરી નાખો, એને કાઢવાનંુ કામ હું જાતે
કરી લઈશ.
આંખના ડોક્ટર : ચશ્માં
કોના માટે બનાવવાનાં છે?
રોમી : મારા ક્લાસ ટીચર માટે. આંખના ડોક્ટર : કેમ?
રોમી : કેમ કે એને મારામાં
કાયમ ગધેડો જ દેખાય છે.




