Vav - Tharad

VIDEO| વાવ-થરાદ: 'મીની દ્વારકા' ઢીમા ધામમાં ભાદરવી પૂનમે ભક્તોનું ઘોડાપૂર! લાખો શ્રદ્ધાળુઓએ 'મૂછાળા ધરણીધર'ના કર્યા દર્શન

By GS Team
26 Sep 20262 mins read
TukuTouch Logo
ઉત્તર ગુજરાતના વાવ-થરાદ તાલુકાના ઢીમા ધામમાં ભાદરવી પૂનમે 'મીની દ્વારકા' તરીકે પૂજાતા ભગવાન મૂછાળા ધરણીધરનો ભવ્ય મેળો ભરાયો. અંબાજી બાદ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બનેલા ઢીમા ધામમાં લાખો ભક્તો ઉમટ્યા. કાળઝાળ તાપ વચ્ચે પણ 'જય ધરણીધર'ના નાદથી ગુંજી ઉઠેલા આ ધામમાં પોલીસ અને 100 સ્થાનિક યુવાનોએ વ્યવસ્થા સંભાળી. જિલ્લા પોલીસ વડાએ પણ નિરીક્ષણ કરી આશીર્વાદ લીધા.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO| વાવ-થરાદ: 'મીની દ્વારકા' ઢીમા ધામમાં ભાદરવી પૂનમે ભક્તોનું ઘોડાપૂર! લાખો શ્રદ્ધાળુઓએ 'મૂછાળા ધરણીધર'ના કર્યા દર્શન

Vav Tharad Dhima Dham Bhadarvi Poonam Mela: ઉત્તર ગુજરાતમાં અંબાજી બાદ 'મીની દ્વારકા' તરીકે પૂજનીય અને શ્રદ્ધાનું પ્રતીક ગણાતા વાવ-થરાદ તાલુકાના ઢીમા ખાતે ભાદરવી પૂનમ નિમિત્તે ભગવાન મૂછાળા ધરણીધરનો ભવ્ય મેળો યોજાયો હતો. આ પવિત્ર પ્રસંગે ભગવાન મૂછાળા ધરણીધર અને ઢીમણનાગદાદાના દર્શન કરી ધન્યતા અનુભવવા માટે દૂર-દૂરથી લાખો શ્રદ્ધાળુઓનો માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો.

કાળઝાળ તાપ વચ્ચે કિલોમીટરો લાંબી કતારો

ભાદરવી પૂનમે સમગ્ર ઢીમા ધામ આસ્થાના રંગે રંગાયું હતું. ધામ તરફ જતા તમામ માર્ગો પર શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. બપોરના ધોમધખતા કાળઝાળ તાપ વચ્ચે પણ ભક્તોની આસ્થામાં સહેજ પણ ઓટ આવી નહોતી. ભક્તિભાવ સાથે પગપાળા ચાલીને આવતા શ્રદ્ધાળુઓની કિલોમીટરો સુધી લાંબી લાઈનો જોવા મળી હતી, જેના કારણે સમગ્ર યાત્રાધામ 'જય ધરણીધર'ના નાદથી ગુંજી ઊઠ્યું હતું.

વાવ-થરાદ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે વાવ-થરાદ પોલીસ તંત્ર દ્વારા સુદ અગિયારસથી જ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી પેટ્રોલિંગ વધારી દેવાયું હતું. પૂનમના દિવસે જિલ્લા પોલીસ વડાએ મંડપ અને પરિસરનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. તેમણે ભગવાન ધરણીધરના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ પણ લીધા હતા.

સ્થાનિક 100 યુવાનોએ પોલીસ સાથે ખભે-થી-ખભો મિલાવ્યો

વહીવટી તંત્ર દ્વારા હોનારત કે આગના પ્રસંગે સુરક્ષા જાળવવા ફાયર બ્રિગેડની ટીમ તૈનાત રાખવામાં આવી હતી. આ ઉપરાંત, ઢીમા ગામના આશરે 100 જેટલા સ્થાનિક નવયુવાનોએ પોલીસ સ્ટાફ સાથે ખભે-થી-ખભો મિલાવીને ટ્રાફિક અને ભીડ નિયંત્રણમાં પ્રશંસનીય યોગદાન આપ્યું હતું.