ઉમરગામની કંપનીમાં આગ સળગી ઉઠતા અફરાતફરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વાપી,સોમવાર
ઉમરગામના દહેરી ગામે ટીસ્યુ પેપરનું ઉત્પાદન કરતી કંપનીમાં ગઇકાલે રવિવારે મધરાતે આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. જો કે ઘટનામાં કોઇ જાનહાની થઇ ન હતી. લશકરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ભિંષણ આગને કારણે પતરાનો શેડ પણ તુટી પડ્યો હતો.
ઉમરગામની કંપનીમાં આગ સળગી ઉઠતા અફરાતફરી#Vapi #Umargam #GIDC #FireRescue #FireBrigade pic.twitter.com/h62OLDySaf
— Gujarat Samachar (@gujratsamachar) November 6, 2023
ત્રણથી ચાર કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો
પ્રાપ્ત માહિતિ અનુસાર ઉમરગામના દહેરી ગામે ટિસ્યૂ પેપરનું ઉત્પાદન કરતી ટેનવાલા પર્સનલ કેર પ્રોડક્ટ્સ કંપનીમાં ગઇકાલે રવિવારે મધરાતે અચાનક આગ સળગી ઉઠી હતી. આગ વધુ તિવ્ર બનતા જોતજોતામાં કંપની લપેટમાં આવી જતા ભારે દોડધામ મચી ગઇ હતી. જો કે કર્મચારી બહાર નિકળી જતા બચાવ થયો હતો. ધટનાને પગલે પોલીસ ટીમ સહિત લોકોએ દોડી ગયા હતા. ઉમરગામ, સરીગામ, વાપી સહિતના બંબા પહોંચી ગયા બાદ લાશકરોએ આગ પર કાબુ મેળવવા કવાયત શરૂ કરી લગભગ ત્રણથી ચાર કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
ભિંષણ આગને કારણે કંપનીમાં પતરાનો શેડ પણ તુટી ગયો
ભિંષણ આગને કારણે કંપનીમાં પતરાનો શેડ પણ તુટી ગયો હતો. આગ કયા કારણોસર લાગી તે અંગે એફએસએલની તપાસ બાદ જ બહાર આવશે. પણ શોર્ટસર્કિટ ને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવાયું છે. દિવાળી ટાણે કંપનીમાં બનેલી આગની ઘટનાને લઇ કર્મચારી મુશ્કેલીમાં મુકાયા છે.




