મોટી દુર્ઘટના ટળી! ઈન્ડિગોની ફ્લાઇટમાં સ્મોક એલર્ટ વાગતા અફરાતફરી, લખનૌમાં ઈમરજન્સી લેન્ડિંગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

IndiGo Flight Emergency Landing : અગરતલાથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઇટના કાર્ગો એરિયામાં સ્મોક એલાર્મ વાગતા ભારે અફરાતફરી થઈ હોવાની વિગતો સામે આવી છે. ફ્લાઈટને તાત્કાલિક લખનૌ એરપોર્ટ ડાયવર્ટ કરવામાં આવી હતી. એરપોર્ટ પ્રશાસને ઈમરજન્સી રિસ્પોન્સ પ્રોટોકોલ લાગુ કરી ફાયર અને મેડિકલ ટીમો તૈનાત કરતા મોટી દુર્ઘટના ટળી હતી.
તમામ મુસાફરો સુરક્ષિત
ફ્લાઇટ 6E6504 સાંજે 6:29 વાગ્યે 103 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર્સ સાથે લખનૌ ખાતે સુરક્ષિત ઉતરી હતી. તમામ મુસાફરોને જરૂરી સહાય પૂરી પાડવામાં આવી હતી અને કોઈ જાનહાનિ થઈ નહોતી. 3 સપ્ટેમ્બરે પણ વારાણસી-દિલ્હી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટમાં સ્મોક એલાર્મ વાગ્યા બાદ તેને 155 મુસાફરો સાથે લખનૌ ઉતારાઈ હતી, જોકે તપાસમાં આગ જોવા મળી નહોતી.




