વલસાડ: ઉદવાડા ગ્રામપંચાયતના સરપંચ, ઉપ-સરપંચ અને મહિલા સભ્ય ₹3 લાખની લાંચ કેસમાં ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Udvada Gram Panchayat ACB Bribery Case In Valsad: વલસાડના ઉદવાડા ગ્રામપંચાયતના સરપંચ, ઉપ-સરપંચ અને મહિલા સભ્ય રૂ.3 લાખની લાંચ કેસમાં ઝડપાયા છે. ફરિયાદીની જમીન ખેતીવાડી ઝોનમાંથી રહેણાકમાં ફેરવવા મામલે લાંચની માંગણી કરી હતી. સમગ્ર મામલે ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યુરો(ACB)ને જાણ કરતાં છટકું ગોઠવવામાં આવ્યું હતું, જેમાં તેઓ રંગેહાથે ઝડપાયા હતા.
ઉદવાડા ગ્રામપંચાયતના સરપંચ, ઉપ-સરપંચ અને મહિલા સભ્ય ₹3 લાખની લાંચમાં ઝડપાયા
વલસાડના ઉદવાડામાં ફરિયાદીની જમીન રહેણાકમાં ફેરવવા ઉદવાડા એરીયા ડેવલપમેન્ટ ઓથોરિટી(UADA)ની ટી.પી. કમિટી તથા ગ્રામ પંચાયતના સામાન્ય સભાના ઠરાવો કાઢી આપવા માટે સરપંચ ધર્મેન્દ્ર ઉર્ફે રાજુભાઈ ડાહ્યાભાઈ પટેલ, ઉપ-સરપંચ સરોસ બહેરામ ઈરાની અને વોર્ડ નં.4ના સભ્ય ધર્મિષ્ઠા ઉર્ફે જીગીબહેન ઉમેશચંદ્ર પટેલ દ્વારા રૂ.3 લાખની લાંચની માંગણી કરી હતી.
સમગ્ર મામલે ફરિયાદીએ વલસાડ અને ડાંગ ACBને જાણ કરી હતી. આ પછી ACB છટકું ગોઠવીને ત્રણેયને ઝડપી પાડ્યા હતા. સમગ્ર મામલે પોલીસે આરોપીને અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.









