Valsad

ઉમરગામ GIDCની ટેક્ષટાઈલ કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ : ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો

By GS Team
22 Sep 20261 min read
TukuTouch Logo
વલસાડ જિલ્લાના ઉમરગામ GIDCમાં કૃપા ટેક્ષટાઇલ કંપનીમાં સોમવારે રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આખી કંપની લપેટમાં આવી ગઈ હતી. સદનસીબે કર્મચારીઓ સમયસર બહાર નીકળી જતાં મોટી જાનહાનિ ટળી હતી. ફાયર ફાઈટરોએ કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. FSL તપાસ બાદ જ આગનું સાચું કારણ જાણી શકાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઉમરગામ GIDCની ટેક્ષટાઈલ કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ : ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો

Vapi News : વલસાડ જિલ્લાના ઉમરગામ જીઆઇડીસી વિસ્તારમાં આવેલી કંપનીમાં ગઈકાલે સોમવારે રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જેને પગલે ભારે અફરાતફરી મચી ગઇ હતી. જો કે લકશકરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
પ્રાપ્ત માહિતિ અનુસાર ઉમરગામ જીઆઇડીસીમાં કૃપા ટેક્ષટાઇલ નામની કંપનીમાં ગઇકાલે સોમવાર રાત્રે કંપનીમાં અચાનક આગ સળગી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં આખી કંપની આગની લપેટમાં આવી ગઈ હતી. ઘટના સમયે કંપનીમાં કામ કરી રહેલા કર્મચારીઓ સમયસૂચકતા દાખવી તાત્કાલિક બહાર નીકળી જતાં મોટી જાનહાનિ ટળી હતી.
આગ એટલી પ્રચંડ હતી કે તેની જવાળાઓ અને ધુમાડાના ગોટેગોટા આકાશમાં દૂર-દૂર સુધી ફેલાઈ ગયા હતા. રાત્રિના સમયે ફાટી નીકળેલી આ ભીષણ આગને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ ઉમરગામ, સરીગામ સહિત આસપાસના વિસ્તારોમાંથી ફાયર બ્રિગેડના બંબા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર ફાઈટરોના લાશ્કરોએ તાત્કાલિક પાણીનો મારો ચલાવીને કલાકોની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો.
કંપનીમાં આગ કયા ચોક્કસ કારણોસર લાગી તે અંગે હાલ કોઈ અધિકૃત વિગત બહાર આવી નથી. પ્રાથમિક તારણ મુજબ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. ઘટનાનું સાચું કારણ એફ.એસ.એલ.ની તપાસ અને રિપોર્ટ આવ્યા બાદ જ બહાર આવી શકશે.