Valsad

વાપીના છરવાડામાં પતિએ પત્નીનું ઢીમ ઢાળી દીધું, જાહેરમાં ચપ્પુ વડે ગળું કાપી હત્યા કરી

By GS Team
30 Sep 20262 mins read
TukuTouch Logo
વાપીના છરવાડા વિસ્તારમાં મંગળવારે પતિ પરેશ કંટારિયાએ પત્ની સીમાનું ચપ્પુ વડે ગળું કાપી નિર્મમ હત્યા કરી. સાંઈ સંસ્કાર બિલ્ડિંગ બહાર જાહેર માર્ગ પર બનેલી આ ઘટનાથી ભારે ચકચાર મચી. 32 વર્ષીય સીમા બ્યુટી પાર્લર જતી હતી ત્યારે પતિએ હુમલો કર્યો. ડુંગરા પોલીસે પરેશની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાપીના છરવાડામાં પતિએ પત્નીનું ઢીમ ઢાળી દીધું, જાહેરમાં ચપ્પુ વડે ગળું કાપી હત્યા કરી

Vapi News : વાપીના છરવાડા વિસ્તારમાં મંગળવારે પતિએ પત્નીનું ચપ્પુ વડે ગળું કાપી હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ હતી. સાંઈ સંસ્કાર બિલ્ડિંગની બહાર જાહેર માર્ગ પર બનેલી આ ઘટનાને પગલે લોકોમાં ભારે અરેરાટી ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં ડુંગરા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને પતિ પરેશ કંટારિયાની ધરપકડ કરી લીધી હતી. મળતી માહિતી મુજબ, છરવાડા વિસ્તારમાં આવેલી સાંઈ સંસ્કાર બિલ્ડિંગમાં રહેતી 32 વર્ષીય સીમાના પરેશ કંટારિયા સાથે લગ્ન થયા હતા. દાંપત્ય જીવન દરમિયાન તેમને એક બાળકનો જન્મ થયો હતો. જોકે, પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હોવાથી સીમા છેલ્લા ચાર વર્ષથી પુત્ર સાથે અલગ રહેતી હતી. સીમા બ્યુટી પાર્લર ચલાવતી હતી.

ઘરે જવા નિકળી પણ મળ્યું મોત

મંગળવારે સીમા ઘરેથી બ્યુટી પાર્લર જવા માટે નીકળી હતી. તે બિલ્ડિંગની બહારથી પસાર થઈ રહી હતી ત્યારે પરેશ કંટારિયા અચાનક તેની પાસે ધસી આવ્યો હતો. સીમા કંઈ બોલે કે પરિસ્થિતિ સમજે તે પહેલાં જ પરેશે ચપ્પુ વડે તેના ગળા પર હુમલો કર્યો હતો. ગંભીર ઈજાને કારણે સીમાનું સ્થળ પર જ મોત થયું હતું. જાહેર માર્ગ પર બનેલી ઘટનાને પગલે આસપાસના રહીશો અને લોકો દોડી આવ્યા હતા. બિલ્ડિંગની બહાર જાહેર રસ્તા પર લોહીના ખાબોચીયા વચ્ચે સીમા પડેલી હતી. સ્થાનિક રહીશે પોલીસને જાણ કરતાં ડુંગરા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પરેશને ઝડપી લીધો હતો.

સમગ્ર મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી

ડુંગરા પોલીસ ટીમે સ્થળ પર પહોંચી રહીશોના નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી. સાથે જ ઘટનાસ્થળે પંચનામું કરવામાં આવ્યું હતું. પોલીસ તપાસમાં એવી માહિતી પણ સામે આવી છે કે અગાઉ પરેશે સીમા પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ બનાવ અંગે ગુનો નોંધાયા બાદ પરેશ જેલમાં પણ જઈ આવ્યો હતો. હવે ફરી પત્નીની હત્યા થતાં પોલીસે પરેશ કંટારિયા સામે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.