Entertainment

અલીબાગ રહેતા અક્ષય ખન્નાએ મુંબઈમાં 33 કરોડમાં ફલેટ ખરીદ્યો

By GS Team
29 Sep 20261 min read
TukuTouch Logo
અક્ષય ખન્નાએ દક્ષિણ મુંબઈના વૈભવી મલબાર હિલમાં ₹33.26 કરોડમાં 2516 ચોરસ ફૂટનો એપાર્ટમેન્ટ ખરીદ્યો છે. સપ્ટેમ્બરમાં નોંધાયેલી આ મિલકતમાં ત્રણ પાર્કિંગ યુનિટનો સમાવેશ થાય છે. અક્ષયે ₹1.99 કરોડ સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી. પિતા વિનોદ ખન્ના પણ મલબાર હિલમાં જ રહેતા હતા. અક્ષયે બાંદ્રા-જુહૂને બદલે મલબાર હિલ પસંદ કરી, જે તેની ખાનગી જીવનશૈલી દર્શાવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અલીબાગ રહેતા અક્ષય ખન્નાએ  મુંબઈમાં 33 કરોડમાં ફલેટ ખરીદ્યો
  • બાંદ્રા-જુહૂને બદલે મલબાર હિલ પસંદ કર્યું
  • વિનોદ ખન્ના મલબાર હિલમાં જ રહેતા હતા, અક્ષયે આમાં પણ બાકીના સ્ટાર્સથી અલગ ચીલો ચાતર્યો

મુંબઇ : મુંબઈને બદલે મુંબઈ નજીકનાં અલીબાગમાં જ રહેતા અક્ષય ખન્નાએ દક્ષિણ મુંબઇના વૈભવી વિસ્તાર મલબાર હિલમાં ૩૩.૨૬ કરોડ રૂપિયામાં કુલ ૨૫૧૬ ચોરસ ફૂટનો એરિયા ધરાવતો એપાર્ટમેન્ટ સપ્ટેમ્બર મહિનામાં ખરીદ્યો છે. આ એપાર્ટમેન્ટની સાથે ત્રણ પાર્કિંગ યુનિટનો પણ સમાવેશ થાય છે. અક્ષયના પિતા વિનોદ ખન્ના પણ આજીવન મલબારહિલ વિસ્તારમાં જ રહ્યા હતા.
વિનોદ ખન્નાના મોટા પુત્ર અક્ષયખન્નાએ પણ હિન્દી ફિલ્મોમાં એક્ટર તરીકે સફળ કારકિર્દી ઘડી છે. અક્ષય ખન્નાએ આ સંપત્તિ માટે ૧.૯૯ કરોડ રૂપિયા સ્ટેમ્પ ડયુટિ પેટે અને ૩૦,૦૦૦ રૂપિયા રજિસ્ટ્રેશન ચાર્જ પેટે ચૂકવ્યા હતા. આ એપાર્ટમેન્ટમાં ૧૭૫ ચોરસ ફૂટની બાલ્કની પણ આવેલી છે.
મલબાર હિલ રોડ પર આવેલી આ સંપત્તિ દક્ષિણ મુંબઇમાં મોકાની ગણાય છે. અક્ષય ખન્ના પ્રમાણમાં ખાનગી જીવન શૈલી ધરાવતો હોઇ તેણે ફિલ્મ સ્ટાર્સમાં લોકપ્રિય વિસ્તાર બાન્દ્રાને બદલે મલબારહિલ રોડ પર એપાર્ટમેન્ટ લેવાનું પસંદ કર્યું છે.