Sahiyar

અજમાવી જૂઓ

By GS Team
28 Sep 20261 min read
અજમાવી જૂઓ
  • દહીંવડાને નરમ, મુલાયમ કરવા વાટેલી દાળમાં બે બાફેલા બટાટા નાખવા.
  • સાકરમાં કીડી ન ચઢે તેથી સાકરના ડબ્બામાં લવિંગ રાખવા.
  • રાંધતી વખતે વટાણા લીલાશ જળવાઇ રહે તેથી તેમાં ચપટી સોડા નાખવો.
  • વધેલી ચટની સેન્ડવિચને પ્લાસ્ટિકની થેલીમાં રાખી રેફ્રિજરેટરમાં મુકવી. બીજે દિવસે ચણાના લોટમાં મીઠું, મરચું, હળદર તેલ નાખી બેસણ બનાવી સેન્ડવિચ બોળીને તેલમાં તળીને ખાવી.
  • બ્રેડક્રમ્સ લગાડેલી તળવાની વાનગી પર બ્રેડક્રમ્સ લગાડી રેફ્રિજરેટરમાં ૩૦-૪૦ મિનિટ મુકી રાખી તળવાથી બ્રેડક્રમ્સ વાનગી પરથી છૂટી નહીં જાય જેથી તે ખરાબ નહીં થાય ઉપરાંત વાનગી ક્રિસ્પી બનશે.
  • વૉશિંગ મશીન ગંડુ થઇ ગયું છે? મુંઝાશો નહીં વૉશિંગ મશીનમાં હુંફાળું પાણી વાપરવાની છૂટ હોય તો તેમાં હુંફાળું પાણી ભરી ૩૦ મિ.લિ. વિનેગાર નાખી મશીન ફક્ત પાંચ મિનિટ ચલાવો મશીન સ્વચ્છ થઇ જશે.
  • જૂતાનું પૉલિશ જામી ગયું છે? ઉપયોગમાં નથી આવતું? તેને ફેંકી દેવાની ભૂલ ન કરશો. શૂ- પૉલિશમાં થોડાં ટીપાં વિનેગારનાં ભેળવી દો. બે કલાક પછી ઉપયોગમાં લેવા લાયક થઇ જશે.
  • પંખો, ટેબલ લેમ્પ, ટયૂબ લાઇટસ્ વગેરે વીજળીના સાધનોને સાફ કરવા ડિટર્જન્ટ પાવડર સૂકા કપડા પર લઇ લૂછવું. ભીનું કપડાંથી વીજળીના સાધનો લૂછવા નહીં. ઇલેક્ટ્રીક શૉક લાગવાનો ભય રહે છે.
  • મિનાક્ષી તીવારી