Utility

રિટાયરમેન્ટ પહેલાં કરોડપતિ બનવું છે? જાણી લો રોકાણ બમણું કરવાની 'Rule of 70' ફોર્મ્યુલા

By GS Team
11 Sep 20262 mins read
TukuTouch Logo
નિવૃત્તિ બાદ આર્થિક સુરક્ષા માટે રોકાણકારો "Rule of 70" નો ઉપયોગ કરી શકે છે. આ નિયમ મુજબ, રોકાણની રકમ કેટલા સમયમાં બમણી થશે તે જાણવા 70 ને વાર્ષિક રિટર્નના ટકાથી ભાગવું પડે છે. ઉદાહરણ તરીકે, 7% રિટર્ન મળે તો 10 વર્ષમાં રકમ બમણી થઈ શકે છે. જોકે, આ માત્ર અંદાજ છે અને બજારના પરિબળોને કારણે વાસ્તવિકતા અલગ હોઈ શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રિટાયરમેન્ટ પહેલાં કરોડપતિ બનવું છે? જાણી લો રોકાણ બમણું કરવાની 'Rule of 70' ફોર્મ્યુલા

Rule of 70 in Gujarati: નિવૃત્તિ બાદ આર્થિક રીતે સુરક્ષિત જીવન જીવવા માટે સમયસર રોકાણ શરૂ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જોકે રોકાણકારો માટે એક મોટો સવાલ એ હોય છે કે તેમના પૈસા કેટલા સમયમાં ડબલ થઈ શકે? આ સવાલનો ઝડપી અંદાજ મેળવવા માટે ‘Rule of 70’નો ઉપયોગ કરી શકાય છે. આ એક સરળ ગણતરી છે, જેના આધારે રોકાણ પર મળતા વાર્ષિક રિટર્ન પ્રમાણે રકમ બમણી થવામાં કેટલો સમય લાગી શકે તેનો અંદાજ મેળવી શકાય છે.

શું છે ‘Rule of 70’?
‘Rule of 70’ મુજબ રોકાણની રકમ ડબલ થવાનો અંદાજ મેળવવા માટે 70ને વાર્ષિક રિટર્નના ટકાથી ભાગવું પડે છે.

ફોર્મ્યુલા
રોકાણ ડબલ થવાનો સમય = 70 ÷ વાર્ષિક રિટર્ન (%)
ઉદાહરણ તરીકે, જો કોઈ રોકાણ પર વાર્ષિક 7% રિટર્ન મળે છે, તો 70ને 7થી ભાગતાં જવાબ 10 આવે છે. એટલે કે, સતત 7% વાર્ષિક રિટર્ન મળે તો રોકાણની રકમ અંદાજે 10 વર્ષમાં ડબલ થઈ શકે છે. એટલે રૂપિયા1 લાખ વધીને આશરે રૂપિયા2 લાખ થઈ શકે. જો વાર્ષિક રિટર્ન 15% હોય તો 70 ÷ 15 = 4.66 વર્ષ થાય છે. એટલે રૂપિયા1 લાખનું રોકાણ સતત 15% રિટર્નના આધારે આશરે 4.6 વર્ષમાં રૂપિયા2 લાખ થઈ શકે છે.

રિટાયરમેન્ટ પ્લાનિંગમાં કેવી રીતે મદદરૂપ?
આ નિયમ રોકાણકારોને અલગ-અલગ રિટર્નની ધારણાઓની સરખામણી કરવામાં મદદ કરી શકે છે. ખાસ કરીને વહેલી ઉંમરે રોકાણ શરૂ કરવાથી લાંબા ગાળે કમ્પાઉન્ડિંગનો લાભ કેટલો મળી શકે તેનો પ્રાથમિક અંદાજ લગાવી શકાય છે.

‘Rule of 70’ની મર્યાદા પણ સમજો
‘Rule of 70’ માત્ર અંદાજ માટેનું સાધન છે, કોઈ ગેરંટી નથી. રોકાણ પર મળતું રિટર્ન સતત એકસરખું રહે તે જરૂરી નથી. ખાસ કરીને મ્યુચ્યુઅલ ફંડ, શેરબજાર, સોનું-ચાંદી જેવા બજાર આધારિત રોકાણમાં રિટર્નમાં સતત વધઘટ થઈ શકે છે.

આ ઉપરાંત મોંઘવારી, ટેક્સ, રોકાણનો ખર્ચ, સમયાંતરે કરવામાં આવતા વધારાના રોકાણ કે ઉપાડને કારણે વાસ્તવિક પરિણામ અલગ હોઈ શકે છે. ‘Rule of 72’ અને ‘Rule of 69’ પણ રોકાણની રકમ ડબલ થવાનો અંદાજ મેળવવા માટે ઉપયોગમાં લેવાતા વિકલ્પો છે.

તેથી ‘Rule of 70’ને નિવૃત્તિ આયોજનની શરૂઆત માટેનું સરળ સાધન માનવું જોઈએ, સંપૂર્ણ નાણાકીય વ્યૂહરચના નહીં. નિવૃત્તિ માટે યોગ્ય આયોજન કરતી વખતે આવક, ખર્ચ, મોંઘવારી, રોકાણનું વળતર અને નિવૃત્તિ બાદની જીવનશૈલી જેવા તમામ પરિબળોને ધ્યાનમાં લેવું જરૂરી છે.

વાર્ષિક વળતર
ગણતરી
અંદાજિત બમણો થવાનો સમય
5%
70/5
14 વર્ષ
6%
70/6
11.66 વર્ષ
7%
70/7
10 વર્ષ
8%
70/8
8.75 વર્ષ
10%
70/10
7 વર્ષ