Utility

QR કોડ સ્કેન કરવાનો જમાનો ગયો! UPI 'ટેપ એન્ડ પે' શરૂ: હવે એપ ખોલ્યા વગર જ થશે પેમેન્ટ

By GS Team
11 Sep 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં UPI દ્વારા 'Tap & Pay' ફીચર લોન્ચ કરાયું છે. હવે NFC સપોર્ટવાળા સ્માર્ટફોનથી POS મશીન પર ટેપ કરીને પેમેન્ટ કરી શકાશે, જેનાથી QR કોડ સ્કેન કરવાની કે UPI ID દાખલ કરવાની જરૂર નહીં પડે. આ સુવિધા PhonePe, Google Pay જેવી એપ્સ પર પણ ઉપલબ્ધ થશે અને ઓછા ઇન્ટરનેટમાં પણ કામ કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

QR કોડ સ્કેન કરવાનો જમાનો ગયો! UPI 'ટેપ એન્ડ પે' શરૂ: હવે એપ ખોલ્યા વગર જ થશે પેમેન્ટ

UPI Tap and Pay : ડિજિટલ પેમેન્ટને વધુ સરળ બનાવવાની દિશામાં UPIએ નવું ‘Tap & Pay’ ફીચર લોન્ચ કર્યું છે. મુંબઈમાં આયોજિત ગ્લોબલ ફિનટેક ફેસ્ટ દરમિયાન રજૂ કરવામાં આવેલી આ સુવિધા હેઠળ હવે પેમેન્ટ કરવા માટે દરેક વખતે UPI ID દાખલ કરવાની કે QR કોડ સ્કેન કરવાની જરૂર નહીં પડે. યુઝર NFC સપોર્ટ ધરાવતા સ્માર્ટફોનને POS મશીન પર ટેપ કરીને પેમેન્ટ કરી શકશે.

કેવી રીતે કામ કરશે Tap & Pay?

આ સુવિધાનો ઉપયોગ કરવા માટે સ્માર્ટફોનમાં NFC સપોર્ટ હોવો જરૂરી છે. પેમેન્ટ કરતી વખતે યુઝરે ફોન અનલોક કરીને તેને NFC સક્ષમ Point of Sale એટલે કે POS ટર્મિનલ પાસે લઈ જવાનો રહેશે. POS મશીનમાં જે રકમ દાખલ કરવામાં આવી હશે, તે મુજબ પેમેન્ટ પ્રક્રિયા આગળ વધશે. એટલે કે ગ્રાહકને દુકાનદાર દ્વારા આપવામાં આવેલા QR કોડને કેમેરાથી સ્કેન કરવાની જરૂર નહીં પડે. આ ફીચર ખાસ કરીને ઝડપી પેમેન્ટ માટે ઉપયોગી બની શકે છે, કારણ કે તેમાં UPI ID ટાઇપ કરવાની અથવા QR કોડ શોધવાની પ્રક્રિયા દૂર થાય છે.

PhonePe, Google Pay અને અન્ય એપ પર પણ મળશે સુવિધા?

UPIનું સંચાલન કરતી નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (NPCI) દ્વારા Tap & Payને UPI ઇકોસિસ્ટમની નવી સુવિધા તરીકે રજૂ કરવામાં આવી છે. આનો અર્થ એ છે કે વિવિધ UPI એપ્સ સાથે તેનો ઉપયોગ કરી શકાશે. PhonePe, Google Pay, BHIM અથવા અન્ય UPI એપનો ઉપયોગ કરતા ગ્રાહકો માટે NFC આધારિત પેમેન્ટની પ્રક્રિયા વધુ સરળ બનવાની શક્યતા છે. યુઝરે દરેક વખતે UPI એપ ખોલવાની જરૂર નહીં પડે.

ઓછા ઇન્ટરનેટમાં પણ કામ કરવાનો દાવો

NPCI અનુસાર Tap & Pay ફીચર ઓછા અથવા શૂન્ય ઇન્ટરનેટ કનેક્શનવાળા વિસ્તારોમાં પણ કામ કરી શકે છે. જોકે, આ માટે ફોન અને POS ટર્મિનલ બંનેમાં જરૂરી NFC અને પેમેન્ટ સપોર્ટ હોવો જરૂરી રહેશે.

Corporate Bond માટે Demat 2.0ની પણ જાહેરાત

ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં ડિજિટલ પેમેન્ટ ઉપરાંત કોર્પોરેટ બોન્ડના ટોકનાઇઝેશન માટે Demat 2.0ના પાયલટ પ્રોજેક્ટની પણ જાહેરાત કરવામાં આવી છે. આ પહેલ હેઠળ પરંપરાગત કોર્પોરેટ બોન્ડની માલિકીને બ્લોકચેન આધારિત ડિજિટલ ટોકનના સ્વરૂપમાં રજૂ કરવામાં આવશે. તેનો હેતુ કોઈ નવું રોકાણ ઉત્પાદન બનાવવાનો નહીં, પરંતુ બોન્ડના ટ્રાન્ઝેક્શન અને મેનેજમેન્ટને વધુ ટેક્નોલોજી આધારિત બનાવવાનો છે. આ જાહેરાત RBI ગવર્નર સંજય મલ્હોત્રા અને SEBI ચેરમેન તુહિન કાંત પાંડે દ્વારા ગ્લોબલ ફિનટેક ફેસ્ટ દરમિયાન કરવામાં આવી હતી.