Utility

લાઈનમાં ઊભા રહ્યા વગર આયુષ્માન કાર્ડ અપડેટ: આ સરળ સ્ટેપ્સથી લિસ્ટમાં જોડો નવા સભ્યોના નામ

By GS Team
15 Aug 20262 mins read
TukuTouch Logo
કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત યોજના હેઠળ હવે ઘરેબેઠાં જ પરિવારના નવા સભ્યોના નામ ઉમેરી શકાશે. ₹5 લાખ સુધીની મફત સારવાર આપતી આ યોજનાનો લાભ લેવા માટે, સ્માર્ટફોન કે લેપટોપ દ્વારા સત્તાવાર પોર્ટલ પર આધાર કાર્ડ, સંબંધનો પુરાવો અને ફોટો અપલોડ કરી ઓનલાઈન અરજી કરી શકાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

લાઈનમાં ઊભા રહ્યા વગર આયુષ્માન કાર્ડ અપડેટ: આ સરળ સ્ટેપ્સથી લિસ્ટમાં જોડો નવા સભ્યોના નામ

Easy Steps To Add Ayushman Members: કેન્દ્ર સરકારની મહત્ત્વાકાંક્ષી ‘આયુષ્માન ભારત યોજના’ હેઠળ ગંભીર બીમારીઓની સ્થિતિમાં વાર્ષિક ₹5 લાખ સુધીની મફત સારવારની સુવિધા પૂરી પાડવામાં આવે છે. જોકે, આ યોજનાનો લાભ ત્યારે જ મળી શકે છે જ્યારે પરિવારના સભ્યનું નામ આયુષ્માન કાર્ડની યાદીમાં સત્તાવાર રીતે સામેલ હોય. ઘણીવાર એવું બને છે કે પરિવારના કોઈ સભ્યનું નામ કાર્ડમાં નોંધાવવાનું ચૂકી ગયું હોય. હવે તમારે કોઈ સરકારી કચેરીના ધક્કા ખાવાની જરૂર નથી; તમે તમારા સ્માર્ટફોન કે લેપટોપની મદદથી ઘરેબેઠાં જ પરિવારના નવા સભ્યનું નામ સરળતાથી આયુષ્માન કાર્ડમાં ઉમેરી શકો છો.

નામ ઉમેરતાં પહેલાં કયા ડોક્યુમેન્ટ્સ સાથે રાખવા?

ઓનલાઈન પ્રોસેસ શરૂ કરતાં પહેલાં નીચે મુજબના જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને તૈયાર રાખવા જેથી ફોર્મ ભરતી વખતે સરળતા રહે:

  • આધાર કાર્ડ: જે નવા સભ્યનું નામ ઉમેરવાનું હોય તેમનું માન્ય આધાર કાર્ડ.
  • સંબંધ સાબિત કરતો પુરાવો: કાર્ડ ધારક સાથે સંબંધ સાબિત કરવા માટે રેશનકાર્ડ, વોટર આઈડી કાર્ડ, જન્મ પ્રમાણપત્ર અથવા લગ્ન નોંધણી પ્રમાણપત્ર.
  • પાસપોર્ટ સાઇઝ ફોટો: નવા સભ્યનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ.
  • એક્ટિવ મોબાઈલ નંબર: ઓટીપી વેરિફિકેશન માટે આધાર સાથે લિંક હોય તેવો સક્રિય મોબાઈલ નંબર.

આયુષ્માન કાર્ડમાં નામ ઉમેરવાની સરળ સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા

ઓનલાઈન પોર્ટલ દ્વારા નીચે મુજબના સ્ટેપ્સ ફોલો કરીને નામ ઉમેરી શકાય છે:

  1. સત્તાવાર પોર્ટલ પર લોગ-ઇન: સૌથી પહેલાં આયુષ્માન યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જાઓ અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દાખલ કરી OTP મારફતે લોગ-ઇન કરો.
  2. Add Member ઓપ્શન પસંદ કરો: લોગ-ઇન થયા પછી સ્ક્રીન પર Beneficiary Details સેક્શન ખુલશે, જ્યાં પરિવારના હાલના સભ્યોની યાદી જોવા મળશે. ત્યાં આપેલા 'Add Member' વિકલ્પ પર ક્લિક કરો.
  3. વિગતો અને દસ્તાવેજો અપલોડ કરો: નવા સભ્યની તમામ વ્યક્તિગત વિગતો ભરો અને માંગવામાં આવેલા ઓળખપત્ર, સંબંધનો પુરાવો (જેમ કે રેશનકાર્ડ) અને પાસપોર્ટ સાઇઝ ફોટો અપલોડ કરો.
  4. ફોર્મ સબમિટ અને રેફરન્સ આઈડી: તમામ વિગતો ચકાસ્યા બાદ ફોર્મ સબમિટ કરી દો. સબમિટ થતાં જ સ્ક્રીન પર એક રેફરન્સ આઈડી જનરેટ થશે.

આ રેફરન્સ આઈડીને સાચવીને રાખવો, જેની મદદથી તમે ભવિષ્યમાં તમારા આવેદનનું સ્ટેટસ સરળતાથી ટ્રેક કરી શકશો. એપ્લિકેશન વેરિફાય થયા બાદ નવા સભ્યનું નામ આયુષ્માન લિસ્ટમાં જોડાઈ જશે અને તેઓ પણ ₹5 લાખ સુધીના ફ્રી ઇલાજનો લાભ મેળવી શકશે.