ડેટા વિનાના સસ્તા પ્લાન, 28 દિવસને બદલે મહિને રિચાર્જ! જાણો TRAIના નવા નિયમથી તમને ફાયદો થશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

TRAI New Rules: TRAI દ્વારા મોબાઇલ રીચાર્જ પ્લાનને લઈને નવા નિયમો રજૂ કરવામાં આવ્યા છે. આ નવા સંશોધનનો મુખ્ય ઉદ્દેશ્ય ઓછી આવક ધરાવતા વર્ગ અને જે યુઝર્સ મોબાઇલ ડેટાનો ઉપયોગ નથી કરતા તેમને સસ્તા, ટૂંકી વેલિડિટીવાળા અને માસિક રિન્યૂઅલના વિકલ્પો પૂરા પાડવાનો છે.
Jio, Airtel અને Vi યુઝર માટે વધુ વિકલ્પો
નવા નિયમો અનુસાર, જિઓ, એરટેલ અને વોડાફોન આઈડિયા જેવી ટેલિકોમ કંપનીઓએ હવે ડેટા વગરના માત્ર વોઇસ અને એસએમએસ (Voice-and-SMS-only)વાળા રીચાર્જ પ્લાન વધુ પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવા પડશે. TRAIનું માનવું છે કે આ ફેરફારથી ગ્રાહકો, ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને એવા લોકો કે જેઓ ઇન્ટરનેટ માટે Wi-Fiનો ઉપયોગ કરે છે અને નકામા ડેટા માટે પૈસા ચૂકવવા નથી માંગતા, તેમને મોટી રાહત મળશે.
માસિક રિન્યૂઅલ અને લાંબી વેલિડિટીના પ્લાન
આ નવા નિયમ મુજબ કંપનીઓએ 30 દિવસ કે તેથી ઓછી વેલિડિટીવાળા તમામ પ્લાન સામે માત્ર વોઇસ-એન્ડ-એમએસવાળા પ્લાન ફરજિયાત આપવાના રહેશે, જેની કિંમત પણ યોગ્ય ઘટાડા સાથે રાખવામાં આવશે. આ સાથે જ કંપનીઓએ ઓછામાં ઓછો એક એવો પ્લાન પણ આપવો પડશે જે દર મહિને એક જ તારીખે રિન્યૂ થઈ શકે. જો કોઈ મહિનામાં તે તારીખ ન હોય, તો તે મહિનાના છેલ્લી તારીખે રિન્યૂ થઈ શકશે.
ગ્રાહકોને મળશે વધુ છૂટ અને સરળતા
સામાન્ય રીતે પ્રિપેઈડ પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવતા હોય છે, જેના કારણે વર્ષમાં 13 વખત રીચાર્જ કરાવવું પડે છે. 30 દિવસ કે માસિક રિન્યૂઅલના વિકલ્પથી ગ્રાહકો માટે હિસાબ રાખવો સરળ બનશે. જોકે, TRAI દ્વારા એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કંપનીઓ માટે હાલના તમામ 28 દિવસના પ્લાનને 30 દિવસમાં બદલવું ફરજિયાત નથી, પરંતુ ગ્રાહકોની સુવિધા માટે માત્ર વોઇસ અને એસએમએસના વિકલ્પો વિસ્તારવા પર ભાર મૂકવામાં આવ્યો છે.




