Utility

ઘરમાં ગેસ સિલિન્ડર હોય તો ચેતજો! માત્ર બે દિવસ બાકી, આ કામ નહીં કરો તો બુકિંગ નહીં થાય

By GS Team
21 Aug 20262 mins read
TukuTouch Logo
લાખો LPG ગ્રાહકો માટે અગત્યના સમાચાર છે. Indane, Bharat Gas અને HP Gasના ગ્રાહકો માટે e-KYC કરાવવાની અંતિમ તારીખ 23 ઓગસ્ટ, 2026 છે. જો તમે હજુ સુધી e-KYC નથી કરાવ્યું, તો માત્ર 2 દિવસ બાકી છે, અન્યથા સબસિડી અટકી શકે છે અને સિલિન્ડર બુકિંગમાં મુશ્કેલી પડશે. ગ્રાહકો Aadhaar FaceRD એપ દ્વારા ઘરે બેઠા મોબાઈલથી e-KYC કરી શકશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઘરમાં ગેસ સિલિન્ડર હોય તો ચેતજો! માત્ર બે દિવસ બાકી, આ કામ નહીં કરો તો બુકિંગ નહીં થાય
IMAGE - IANS

LPG eKYC deadline: લાખો LPG ગ્રાહકો માટે અત્યંત જરૂરી સમાચાર સામે આવ્યા છે. જો તમે હજુ સુધી તમારા એલપીજી કનેક્શનનું ઈ-કેવાયસી (e-KYC) વેરિફિકેશન પૂર્ણ નથી કર્યું, તો તમારી પાસે માત્ર 2 દિવસનો સમય બાકી છે. ઈન્ડિયન ઓઇલ (Indane), ભારત ગેસ (BPCL) અને એચપી ગેસ (HPCL) દ્વારા e-KYC માટે 23 ઓગસ્ટ 2026 સુધીની સમયસીમા નક્કી કરવામાં આવી છે. જો ગ્રાહકો આ સમયમર્યાદામાં ઈ-કેવાયસી પૂરું નહીં કરે, તો તેમને નવો ગેસ સિલિન્ડર બુક કરવામાં મુશ્કેલી પડશે અને મળવાપાત્ર સબસિડી પણ અટકી શકે છે.

ઘરબેઠા મોબાઇલથી e-KYC પૂરું કરવાની સરળ રીત

ગ્રાહકોએ આ પ્રક્રિયા માટે ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી, તેઓ ઘરે બેઠા પોતાના સ્માર્ટફોનથી જ સરળતાથી e-KYC કરી શકે છે. આ માટે ગ્રાહક પાસે કનેક્શન સાથે લિંક થયેલો મોબાઈલ નંબર, 16 અંકની LPG ID અથવા કન્ઝ્યુમર નંબર અને સંબંધિત કંપનીની એપ હોવી જરૂરી છે. ફેસ ઓથેન્ટિકેશન (ચહેરો સ્કેન) કરવા માટે ગૂગલ પ્લે સ્ટોર પરથી 'Aadhaar FaceRD App' ડાઉનલોડ કરવી પડશે.

ઈન્ડિયન ઓઈલ (Indane) ગ્રાહકો માટે: સૌપ્રથમ 'IndianOil One' એપ ડાઉનલોડ કરી રજિસ્ટર્ડ નંબરથી લોગિન કરો. ત્યારબાદ e-KYC ઓપ્શનમાં જઈને આધાર સંમતિ આપો અને 'Aadhaar FaceRD' એપની મદદથી ચહેરો સ્કેન કરીને વેરિફિકેશન પૂર્ણ કરો.

ભારત ગેસ (BPCL) ગ્રાહકો માટે: 'Hello BPCL App' ઓપન કરી રજિસ્ટર્ડ નંબર પર આવેલ OTPથી લોગિન કરો. ત્યાં તમારું કનેક્શન સિલેક્ટ કરીને e-KYC વિભાગમાં જાઓ અને ઓન-સ્ક્રીન આપેલા નિર્દેશો મુજબ ફેસ સ્કેન કરીને પ્રોસેસ પૂરી કરો.

એચપી ગેસ (HP Gas) ગ્રાહકો માટે: 'HP Pay App' ડાઉનલોડ કરી મોબાઈલ નંબરથી રજિસ્ટર કરો. ત્યારબાદ તમારા ગેસ એકાઉન્ટનો વિકલ્પ પસંદ કરી e-KYC વેરિફિકેશન સિલેક્ટ કરો અને 'Aadhaar FaceRD' દ્વારા ચહેરાનું સ્કેનિંગ સબમિટ કરો.

તકેદારી ન રાખતાં કનેક્શન સસ્પેન્ડ થઈ શકે છે

જો ગ્રાહકો 23 ઓગસ્ટ સુધીમાં ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવામાં નિષ્ફળ જશે, તો તેમનું એલપીજી કનેક્શન અસ્થાયી રૂપે (Temporarily) સસ્પેન્ડ કરવામાં આવી શકે છે. જ્યાં સુધી તમે આ વેરિફિકેશન પૂરું નહીં કરો ત્યાં સુધી તમે નવો ગેસ સિલિન્ડર બુક કરાવી શકશો નહીં તેમજ સબસિડીના લાભથી પણ વંચિત રહેવું પડશે.