EPFO: માત્ર 24 કલાકમાં આવી જશે PFના પૈસા! બસ ક્લેમ કરતાં પહેલા પતાવી લો આ 5 કામ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

EPFO Auto Claim System: જો તમે તમારા PF એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક મહત્ત્વના સમાચાર છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન(EPFO) દ્વારા પીએફ ઉપાડવાની પ્રક્રિયાને અત્યંત સરળ બનાવી દેવામાં આવી છે. જો તમે ક્લેમ કરતાં પહેલા કેટલાક જરૂરી કામ પૂરા કરી લીધા હશે, તો 'ઓટો ક્લેમ સિસ્ટમ'ના ઉપયોગથી તમારો પીએફ ક્લેમ માત્ર 24 કલાકની અંદર જ સેટલ થઈ જશે. આ નવા નિર્ણયથી દેશના લાખો કર્મચારીઓને પોતાના જ પીએફના પૈસા મેળવવા માટે લાંબો સમય રાહ જોવી પડશે નહીં.
કોને મળશે 24 કલાકમાં ઓટો ક્લેમનો લાભ?
EPFOની આ 24 કલાકવાળી ઓટો ક્લેમ સિસ્ટમનો લાભ માત્ર એવા જ સભ્યોને મળશે જેમણે પોતાના પીએફ એકાઉન્ટનું KYC અપડેટ કરેલું હોય. આ સિવાય કર્મચારીનું પાન કાર્ડ(PAN), આધાર કાર્ડ અને બૅંક એકાઉન્ટ તેમના EPF એકાઉન્ટ સાથે લિંક હોવા જરૂરી છે. સાથોસાથ ક્લેમ માટે અરજી કરતી વખતે તેમાં કોઈપણ પ્રકારની ભૂલ કે ગડબડ થયેલી ન હોવી જોઈએ.
ઓનલાઇન PF ક્લેમ કરવાની સરળ રીત
- પીએફના નાણાં ઓનલાઇન ક્લેમ કરવા માટે સૌથી પહેલા તમારો UAN(યુનિવર્સલ એકાઉન્ટ નંબર) એક્ટિવ હોવો જરૂરી છે.
- ત્યારબાદ UANનો ઉપયોગ કરીને મેમ્બર પોર્ટલ પર લોગિન કરવાનું રહેશે.
- લોગિન કર્યા પછી 'Online Service' ઓપ્શનમાં જઈને ક્લેમ ફોર્મ પસંદ કરવાનું રહેશે.
- અહીં તમને Form-31, 19 અને 10Cના વિકલ્પો મળશે, જેમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
- ત્યારબાદ પીએફ ઉપાડવાનું ચોક્કસ કારણ પસંદ કરવાનું રહેશે, જેમાં કર્મચારી પીએફ વિથડ્રોઅલ, એડવાન્સ ક્લેમ, નોકરી છોડવા પર પીએફ ઉપાડ કે પેન્શન સંબંધિત ક્લેમ પસંદ કરી શકે છે.
- અંતમાં બૅંક એકાઉન્ટ વેરીફાઈ કરાવીને તમારી ક્લેમ અરજી સબમિટ કરી દેવાની રહેશે.
ક્લેમ કરતાં પહેલા આ 5 કામ કરવા ખૂબ જરૂરી
- તમારો UAN નંબર એક્ટિવ હોવો જોઈએ.
- UAN નંબર તમારા આધાર કાર્ડ સાથે લિંક હોવો જરૂરી છે.
- બૅંક એકાઉન્ટ, PAN અને આધાર કાર્ડનું KYC પૂર્ણ થયેલી હોવું જોઈએ.
- UAN નંબર તમારા ચાલુ મોબાઇલ નંબર સાથે લિંક હોવો જોઈએ.
- ક્લેમ ફોર્મ ભરતી વખતે કોઈપણ વિગતમાં ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું.
ઓનલાઇન જોઈ શકાશે ક્લેમનું સ્ટેટસ
અરજી સબમિટ કર્યા બાદ તમે EPFO પોર્ટલ પર જઈને તમારા પીએફ ક્લેમનું સ્ટેટસ ઓનલાઇન ચેક કરી શકો છો. આ સિવાય ઉમંગ (Umang) એપ અને SMSના માધ્યમથી પણ ક્લેમની લેટેસ્ટ સ્થિતિ જાણી શકાય છે.









