એક જ વિષય પર ફરીથી PIL કરવા બદલ ગુજરાત હાઇકોર્ટની કડક કાર્યવાહી: RTI એક્ટિવિસ્ટને ₹5 લાખનો દંડ ફટકાર્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat High Court Fines RTI Activist: ગાંધીનગરમાં ગીફટ સિટીમાં કોલેજ ખસેડવા મામલે કરેલી જાહેરહિતની અરજીમાં હાઇકોર્ટે RTI એક્ટિવિસ્ટનો ઉધડો લઇને પાંચ લાખનો આકરો દંડ ફટકાર્યો છે. પોતાની જાતને સોશિયલ વર્કર ગણાવતા રમેશ પટેલે ફરી વખત એક જ વિષય પર જાહેરહિતની અરજી કરતા કોર્ટે અરજી નકારી કાઢી હતી. એકના એક વિષય પર બીજી વખત અરજી કરનાર રમેશ પટેલને હાઇકોર્ટે કોર્ટનો સમય બગાડવા બદલ 5 લાખનો દંડ ફટકાર્યો છે.
4 દિવસમાં દંડની રકમ જમા કરવા આદેશ
દંડની રકમ 4 દિવસમાં હાઇકોર્ટમાં જમા કરાવી દેવા આદેશ કર્યો છે. ચીફ જસ્ટિસની ખંડપીઠે એવું અવલોકન કર્યુ કે, 'ન્યાયતંત્રનો કિંમતી સમય બગાડવા અને એકના એક વિષય પર નકારી દીધેલી અરજી ફરીથી કરવા બદલ અરજદારે દંડ ભરવો પડશે.'
તેમ છતાં વકીલે દલીલ ચાલુ રાખતા કોર્ટે કહ્યું કે, 'તમે હજુ દલીલો ચાલુ રાખશો તો દંડની રકમ 10 લાખ કરી દેવામાં આવશે. આવા લોકો ન્યાયતંત્રનો કિંમતી સમય બગાડે છે. તેમના માટે આકરો દંડ જરૂરી છે.'









