To The Point

કહેવાતા ઝેન ઝી અને વિદ્યાર્થી આંદોલને કેટલાક પ્રશ્નો જગાડયા

By GS Team
4 Aug 20263 mins read
TukuTouch Logo
20 જુલાઈના 'ઝેન ઝી' વિદ્યાર્થી આંદોલન પર પ્રશ્નાર્થ ઊભા થયા છે. દિલ્હીમાં થયેલા આ આંદોલનમાં પ્રિયંકા ગાંધી, ખડગે, કેજરીવાલ કે અખિલેશ યાદવના સંતાનો દેખાયા નહોતા. આંદોલનમાં દંડા, પથ્થરો, તલવારો અને બાટલીઓ ક્યાંથી આવી? અભિષેક દીપક, જે 30 વર્ષનો છે, તે આંદોલનમાં ભાગ લેવા અમેરિકાથી કેવી રીતે આવ્યો? આંદોલનમાં વિદેશી નાણાં અને રીઢા ગુનેગારોની સંડોવણીનું કાવતરું હોવાનું જણાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કહેવાતા ઝેન ઝી અને વિદ્યાર્થી આંદોલને કેટલાક પ્રશ્નો જગાડયા
  • ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

૨૦ જુલાઇના કહેવાતા ઝેન ઝી અને વિદ્યાર્થી આંદોલનનાં દ્રશ્યો વિવિધ ટીવી ચેનલ્સ પર જોયાં અને એ વિશેના અખબારી અહેવાલો પણ ધ્યાનથી વાંચ્યાં. એ પછી આ આંદોલન વિશે કેટલાક પ્રશ્નો જાગ્યા જે વાચકરાજાના દરબારમાં રજૂ કરું છું. ધ્યાનથી વાંચજો અને સ્વસ્થતાથી વિચારજો. નંબર ૧) આ આંદોલન ખરેખર પેપર લીક વિશે હતું તો એમાં પ્રિયંકા ગાંધી, ખડગેદાદા, અરવિંદ કેજરીવાલ અને અખિલેશ યાદવનાં સંતાનો કેમ ન દેખાયાં ? પાછળથી ગોકીરો મચાવનારા રાજકીય નેતાઓ પણ આંદોલનનો એક હિસ્સો કેમ નહોતા બન્યા?
નંબર ૨), આ આંદોલન ગાંધીજી પ્રેરિત અને શાંતિપૂર્ણ હોવાનો દાવો કરાયો હતો. તો પછી આંદોલન કરનારા યુવાનો પાસે દંડા, પથ્થરો, તલવારો અને બાટલીઓ ક્યાંથી આવ્યાં ? ધારો કે આ બધાં હથિયારો આંદોલન કરનારા યુવાનો નહોતા લાવ્યા. દંગલખોર ગુંડાઓએ આ હથિયારો વાપર્યા તો પછી આંદોલન કરનારા નેતાઓએ કોઠાસૂઝ વાપરીને તત્કાળ આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત કરી દેવી જોઈતી હતી. એવું કર્યું હોત તો ગુંડાઓ ખુલ્લા પડી જાત. પરંતુ વિદ્યાર્થીઓ કદાચ એવા ભ્રમમાં રહ્યા કે હિંસા આચરનારા અમને ટેકો આપવા આવ્યા છે.
નંબર ૩), અભિષેક દીપકે અમેરિકામાં બોસ્ટન યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ થયા પછી કામધંધાની તલાશમાં હતો એટલે કે બેકાર હતો. એ ઝેન ઝી નથી, ૧૯૯૫માં જન્મ્યો છે એટલે ૩૦ વર્ષનો છે એવું ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલમાં જણાવાયું હતું. એને દેશના પાટનગર નવી દિલ્હીમાં યોજાએલા આંદોલનમાં ભાગ લેવા કોણે મોકલ્યો ? એ બેકાર-બેરોજગાર હોય તો વિમાન ભાડાંના પૈસા કોણે અને શા માટે આપ્યા ? એની સાથે કેટલા અમેરિકન આવ્યા હતા ? ટીવી ચેનલ્સ પર ઘણા યૂરોપિયન ચહેરા દેખાયા હતા. એ બધા કોણ હતા અને દિલ્હીના આંદોલનમાં શી રીતે જોડાયા હતા ?
નંબર ૪). અભિષેક દીપકેનાં માતાપિતા અને મુંબઇમાં પોલીસ વાન રોકનારી યુવતીનાં માતાપિતાએ એવો આક્ષેપ કર્યો છે કે અમને ધાકધમકીના ફોન આવે છે. તમે એવા ફોન નંબર નોંધીને પોલીસ ફરિયાદ નોંધાવી છે કે પછી સીધા મિડિયા પાસે પહોંચી ગયા છો ? હવે તો લેન્ડલાઇન ફોન રહ્યા નથી, મોબાઇલ પર ધાકધમકી આવી હોય તો તમે પોલીસને અચૂક જાણ કરી શકો.
હકીકત એ છે કે આ આંદોલનમાં વિદેશી નાણાંના જોરે ઘુસી ગયેલા કેટલાક રીઢા ગુનેગારો હતા. એમનો પોલીસ રેકર્ડ તપાસો તો કેટલાક ખૂની, કેટલાક બળાત્કારીઓ, કેટલાક હુલ્લડબાજો અને કેટલાક લૂંટફાટ કરનારા ધંધાદારી ગુનેગારો છે. દિલ્હી પોલીસે ખરેખર સંયમ રાખ્યો. બાકી યોગી આદિત્યનાથની ઉત્તર પ્રદેશની પોલીસે અજમાવેલી મિનિ એન્કાઉન્ટર (પગમાં ગોળી મારીને અપરાધીને જીવતો ઝડપી લેવાની તરકીબ) દિલ્હી પોલીસે અજમાવી હોત તો સિનારિયો જુદો હોત.
એક દોઢડાહ્યાએ સોશ્યલ મિડિયા પર લખ્યું કે વડા પ્રધાનને ગાળાગાળી એ તો હ્યુમર હતી. આ તે કેવી હ્યુમર કે તમે દેશના બંધારણીય રીંતે ચૂંટાયેલા વડાપ્રધાનની મા-બહેન સુધી પહોંચી જાવ અને પછી કહો કે આ તો રમૂજમાં ઉચ્ચારાયેલું હતું. આ રમૂજ નહીં પણ વિકૃત મનોદશા હતી. એજ રીતે બસમાં ઊભા રહીને 'ઇન્દ્રિય-દર્શન' કરાવનારા યુવાનો પણ વિકૃત માનસ ધરાવનારા હોય એવું લાગ્યું. આવું ચીન, રશિયા કે આરબ દેશોમાં કરી જુઓ. સીધા ફાયરીંગ સ્ક્વોડના હવાલે થઇ જશો.
પોલીસની બર્બરતા કોને કહેવાય એ જાણવું હોય તો સ્વાતંત્ર્ય સૈનિકોના સંતાનોને પૂછો. બ્રિટિશ રાજમાં પોલીસે જે લાઠીચાર્જ કરેલા એના પગલે સંખ્યાબંધ સ્વાતંત્ર્ય સૈનિકો કાયમ માટે અપંગ થઇ ગયા હતા. વડા પ્રધાન બનવાના સ્વપ્ના જોતા રાહુલ ગાંધીએ હવે જૂઠ્ઠાણાં ફેલાવવાનું બંધ કરી દેવું જોઇએ. સાચી વાત એ છે કે વિદેશી નાણાં અને દોરીસંચારના પગલે ભારતમાં અરાજકતા ફેલાવવાનું એક આયોજનબદ્ધ કાવતરું હતું આ. કોંગ્રેસના નેતાઓ હવે સત્તા વિના પાણીની બહાર તરફડતી માછલીની જેમ તરફડે છે એટલે તદ્દન વાહિયાત બહાનાં હેઠળ જૂઠાણાં ફેલાવે છે. કોઇએ રાહુલને પૂછવું જોઇએ કે ભાઇ, તમારી પાસે બે દેશનાં નાગરિકત્વ છે એવું કેમ ? કાં તો વિદેશી નાગરિકત્વ જતું કરો અથવા ભારતીય નાગરિકત્વ જતું કરો. ટૂંકમાં કહ્યું છે ઝાઝું કરીને વાંચજો વ્હાલા !