Surendranagar

સુરેન્દ્રનગરના સાયલામાં કારની અડફેટે મહિલાનું મોત, 2 બાળકોએ માતા ગુમાવી, સિવિલમાં PM માટે 5 કલાક રઝળપાટ!

By GS Team
30 Sep 20261 min read
TukuTouch Logo
સુરેન્દ્રનગરના સાયલા નજીક અડાળા બોર્ડ પાસે કાર-બાઇક અકસ્માતમાં 38 વર્ષીય મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ થયું છે. તેમના પતિ ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ અકસ્માતમાં 2 માસૂમ બાળકોએ માતા ગુમાવી છે. અકસ્માત સર્જી કારચાલક ફરાર થઈ ગયો હતો, જેની ધજાળા પોલીસ તપાસ કરી રહી છે. PMમાં 5 કલાક વિલંબ થતાં પરિવારજનોમાં રોષ જોવા મળ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરેન્દ્રનગરના સાયલામાં કારની અડફેટે મહિલાનું મોત, 2 બાળકોએ માતા ગુમાવી, સિવિલમાં PM માટે 5 કલાક રઝળપાટ!

Surendranagar Accident | સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા નજીક અડાળા બોર્ડ પાસે એક અત્યંત દુઃખદ અને ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. કાર અને બાઇક વચ્ચે થયેલા આ ભયાનક અકસ્માતમાં બાઇક પર સવાર 38 વર્ષીય મહિલાનું ઘટનાસ્થળે જ નીપજ્યું છે, જ્યારે તેમના પતિ ગંભીર રીતે ઘવાયા હોવાથી સારવાર હેઠળ છે.

માતાની છત્રછાયા છીનવાઈ, કાર ચાલક ફરાર

મળતી માહિતી મુજબ, અકસ્માત એટલો ભયાનક હતો કે 38 વર્ષીય પ્રતિભાબેન પાટડીયાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પતિને ગંભીર ઇજાઓ પહોંચતાં તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ કાળજું કંપાવી દે તેવી ઘટનામાં બે માસૂમ બાળકોએ પોતાની માતાની છત્રછાયા ગુમાવતાં સમગ્ર પાટડીયા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક વાહન મૂકી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે ધજાળા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

PMમાં 5 કલાકનો વિલંબ થતાં સ્વજનોનો આક્રોશ

બીજી તરફ, અકસ્માત બાદ મૃતકના પોસ્ટમોર્ટમ માટે પણ પરિવારે ભારે રઝળપાટ કરવાનો વારો આવ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં સતત 5 કલાક સુધી પીએમની કામગીરી ન થતાં પરિવારજનો અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આખરે સ્થાનિક ધારાસભ્યને જાણ કરવામાં આવતાં, તેમના ટેલિફોનિક હસ્તક્ષેપ બાદ મોડી સાંજે મહિલાના શબનું પીએમ હાથ ધરાયું હોવાનો પરિવારજનોએ દાવો કર્યો છે.