Gujarat

ડોળિયા બાઉન્ડ્રી પાસે એલસીબીએ દારૂના જથ્થા સાથે શખ્સને પકડયો

By GS Team
1 Jul 20201 min read
This article was originally published on 1 Jul 2020
ડોળિયા બાઉન્ડ્રી પાસે એલસીબીએ દારૂના જથ્થા સાથે શખ્સને પકડયો

સાયલા, તા.1 જુલાઈ 2020, બુધવાર

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા મહેન્દ્ર બગડીયાની સુચનાથી એલસીબી પીઆઈ ડી.એમ.ઢોલ સહિતના સ્ટાફે નેશનલ હાઈવે પર પેટ્રોલીંગ હાથધર્યું હતું જેમાં બાતમીના આધારે શંકાસ્પદ હાલતમાં આયશર ગાડી પસાર થતાં તેને રોકી તલાસી લેતાં ઈંગ્લીશ દારૃ સહિત એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ જિલ્લા પોલીસવડાની સુચનાથી એલસીબી ટીમે નેશનલ હાઈવે પર પેટ્રોલીંગ હાથધર્યું હતું. જેમાં ડોળીયા બાઉન્ડ્રી પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલ આયશરને રોકવાનો પ્રયાસ કરતાં આયશર ચાલકે વાહન ન રોકતાં તેનો પીછો કરી રાજકોટ તરફ આવેલ એક હોટલની સામે કોર્ડન કરી આયશરને રોકી તેની તલાસી કરતાં બોડીમાં આગળના ભાગે ચોર ખાનામાંથી ઈંગ્લીશ દારૃની બોટલો નંગ-૩૪૮ કિંમત રૃા.૧,૩૦,૫૦૦ તથા સંતરા મસાલેદાર દેશી દારૃની બોટલો નંગ-૧૪૦૪ કિંમત રૃા.૧,૪૦,૪૦૦ તથા અન્ય પ્લાસ્ટીકની દારૃની બોટલો નંગ-૩૧૨ કિંમત રૃા.૧૫,૬૦૦ તથા આયશર કિંમત રૃા.૫,૦૦,૦૦૦ તથા રોકડ રૃા.૨૩,૨૭૦ સહિત કુલ રૃા.૮,૧૦,૨૭૦ના મુદ્દામાલ સાથે આયશર ચાલક સુખબીર માંગેરામ જાટ ઉ.વ.૫૫ રહે.નુરપુર હરિયાણાવાળાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. જ્યારે આરોપીની વધુ પુછપરછ દરમ્યાન આ દારૃનો જથ્થો અન્ય શખ્સ અમરજીત જાટ રહે.લાંગડા હરિયાણાવાળાએ ભરી આપ્યો હોવાની અને આ જથ્થો આરોપી રીયાઝખાન ઉર્ફે મુન્નો મહેબુબખાન પઠાણ રહે.રાજકોટવાળાએ વેચાણ અને કટીંગ માટે મંગાવ્વો હોવાની કબુલાત કરી હતી. આમ ત્રણેય આરોપીઓ વિરૃધ્ધ સાયલા પોલીસ મથકે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.