સુરેન્દ્રનગર: સાયલામાં વીજ પુરવઠાના ધાંધિયાથી ત્રસ્ત ખેડૂતોએ PGVCL કચેરી ઘેરી! વરસાદ ખેંચાતાં સિંચાઈ માટે પૂરતી વીજળી આપવા માગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Farmers Protest At Sayla PGVCL, Surendranagar News: સુરેન્દ્રનગરના સાયલામાં વીજ પુરવઠાની સમસ્યા મામલે મોટી સંખ્યામાં ખેડૂતો PGVCL કચેરીએ ખાતે પહોંચ્યા છે. સાયલામાં ડોળીયા ફીડરમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વીજ પુરવઠોના આવન-જાવનથી પરેશાન ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થઈને PGVCL કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. જો કે, ત્યાં જવાબદાર અધિકારી કોઈ હાજર ન હોવાની ખેડૂતોએ ફરિયાદ કરી હતી.
સાયલામાં વીજ પુરવઠાની સમસ્યાથી ત્રસ્ત ખેડૂતોનો PGVCL કચેરીએ વિરોધ
સમગ્ર મામલે સ્થાનિકોનું કહેવું છે કે, વરસાદ ખેંચાતા કપાસ, મગફળી, તલ, એરંડા સહિતના પાકો માટે પૂરતા પ્રમાણમાં સિંચાઈનું પાણી મળી રહે તે જરૂરી છે. જેમાં સિંચાઈ માટે વીજળીની ખાસ જરૂરિયાત ઊભી થઈ છે, ત્યારે જ વીજ પુરવઠો નિયમિત ન મળતાં ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. તેવામાં જૂના વીજ વાયરો અને લાઈનોના કારણે વારંવાર વીજ પુરવઠો ખોરવાતો રહે છે.
10 કલાક વીજ પુરવઠો આપવાની સરકારની વાત, પણ અહીં સ્થિતિ અલગ: ખેડૂતો
ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે, વીજ પુરવઠાની અનિયમિતતા અને ખોરવાતો હોવાને મામલે PGVCLના અધિકારીઓને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું કાયમી નિરાકરણ આવ્યું નથી. સરકાર દ્વારા ખેડૂતોને 10 કલાક વીજ પુરવઠો આપવાની વાત કરવામાં આવે છે, પરંતુ સાયલામાં વાસ્તવિક સ્થિતિ અલગ જોવા મળી છે.
ખેડૂતોએ પોતાની માગને લઈને સવાલો કર્યા છે કે, જ્યારે ખેતી માટે વીજળીની સૌથી વધુ જરૂર છે ત્યારે નિયમિત વીજ પુરવઠો કેમ મળતો નથી? હવે PGVCL તંત્ર દ્વારા ખેડૂતોની રજૂઆતને ગંભીરતાથી લઈ વીજ પુરવઠાની સમસ્યાનું કાયમી નિરાકરણ ક્યારે થશે?




